મુંબઈ : બૉલીવુડ અભિનેત્રી ક્રિતી સેનનની તસવીર સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાઇરલ થઇ રહી છે. ક્રિતી તેમના ઇન્સ્ટા એકાઉન્ટ પર વિડિયોઝ અને તસવીરો શેર કરતી જ રહે છે. જે મુજબ ક્રિતીએ રવિવારે એક તસવીર શેર કરી હતી, જેને જોયા પછી જ સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થઇ રહી છે. આ ફોટામાં, વાદળી રંગના સ્વિમસ્યુટમાં ક્રિતી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. હાલના દિવસોમાં ક્રિતી માલદીવમાં છે અને તેની આ તસવીર પણ ત્યાંની છે.
She craved a love
that was not just a wave
But an ocean ? ??-Mark Anthony#throwback #Maldives pic.twitter.com/szyXoVEd99
— Kriti Sanon (@kritisanon) March 31, 2019
‘અર્જુન પટિયાલા’ માં જોવા મળશે ક્રિતી
ક્રિતી સેનન અને દિલજીત દોસાંજ અભિનીત ફિલ્મ ‘અર્જુન પટિયાલા’ 19 જુલાઇના રોજ રિલીઝ થશે. અગાઉ, આ ફિલ્મ 3 મેના રોજ સિનેમા ગૃહોમાં રિલીઝ થવાની હતી. ટી-સીરિઝ અને મેડૉક ફિલ્મ્સના બેનર હેઠળ નિર્માણિત, આ ફિલ્મ ભૂષણ કુમાર અને દિનેશ વિજાન દ્વારા બનાવવામાં આવી છે. રોહિત જુગરાજ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં, વરૂણ શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં દિલજીત અને વરુણ પોલીસ અધિકારીઓના રોલમાં જોવા મળશે.