મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનન આ દિવસોમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. ફિલ્મનું નામ મીમી અને તેમાં તે સરોગેટ માતાની ભૂમિકા ભજવતી જોવા મળશે. કૃતિ છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને તેના નવા લુકને જોવાની ચાહકોને ઉત્સાહ છે. લક્ષ્મણ ઉતેકર દિગ્દર્શિત આ ફિલ્મ માટે કૃતિએ પોતાનું વજન વધાર્યું છે, અને જો આપણે તેની જુની અને નવી તસવીરો સાથે રાખીએ તો તેના શારીરિક તફાવત સ્પષ્ટ દેખાય છે.
ફિલ્મની વાર્તા માંડવાની એક યુવા ડાન્સર અંગે અને તે કેવી રીતે એક દંપતી માટે સરોગેટ માતા બને છે. કૃતિએ ફિલ્મમાં પોતાના પાત્રને અનુરૂપ બનાવવા માટે 15 કિલો વજન વધાર્યું છે. કૃતિની નવી તસવીરો જોઈને સોશિયલ મીડિયા પર ચાહકોએ તેને ચબી સેનન કહેવાનું શરૂ કરી દીધું છે. દિનેશ વિજાનના નિર્માણમાં બનેલી આ ફિલ્મની વાર્તા મરાઠી ફિલ્મ માલા આઈ વ્હાયછી પર આધારિત છે.