મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલો અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, કૃતિ સેનન રાજકુમાર રાવ સાથે તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી, તે દરમિયાન તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે અભિનેત્રીએ આ સમયે તેના કોરોના પોઝિટિવ હોવાના સમાચારની પુષ્ટિ કરી નથી. તાજેતરમાં, કૃતિ સેનને ફ્લાઇટની એક તસવીર શેર કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, તે ચંદીગઢમાં તેનું શેડ્યૂલ પૂર્ણ કરીને ઘરે પરત આવી રહી છે.
આ સમાચાર મળતાની સાથે જ કૃતિના ચાહકો તેમની ઝડપથી તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છે. આની સાથે તમને જણાવી દઈએ કે તાજેતરમાં વરૂણ ધવન, નીતુ કપૂર, મનીષ પોલ અને ડિરેક્ટર રાજ મહેતા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ કલાકારો ચંદીગઢમાં ‘જુગ જુગ જીયો’નું શૂટિંગ કરી રહ્યા હતા.
અનિલ કપૂર અને કિયારા અડવાણી પણ ‘જુગ જુગ જિયો’ ફિલ્મનો ભાગ છે. અનિલ કપૂરે મુંબઈ પરત ફરીને નિવેદન જારી કરતાં કહ્યું કે, “કોઈ પણ અફવાઓ આરામ પર મૂકવાના હિતમાં, કોવીડ -19 ટેસ્ટ નેગેટિવ આવ્યો. તમારી ચિંતા અને શુભેચ્છાઓ બદલ તમારો આભાર. “