મુંબઈ : ટીવી શો કુમકુમ ભાગ્યના સેટ પર 18 જુલાઈ, શનિવારે મોટો અકસ્માત થયો હતો. બાલાજી ટેલિફિલ્મ્સ પ્રોડક્શનના આ શોના શૂટિંગ સેટ પર આગ લાગી હતી. આ શોનું શૂટિંગ મુંબઈ સાકી નાકાના કિલિક નિકસન ખાતે કરવામાં આવી રહ્યું છે. શોના મુખ્ય અભિનેતા શબ્બીર આહલુવાલિયા અને સૃજિ ઝા આ આગથી માંડ કરીને બચી ગયા હતા.
જ્યારે સેટ પર આગ લાગી ત્યારે ત્યાં શૂટિંગ ચાલી રહ્યું હતું. સેટ પર લાગેલી આગનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારે અરાજકતા જોવા મળી રહી છે. નાની આગે ખૂબ ઝડપથી વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. સારી વાત એ છે કે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી. શોની કાસ્ટ અને ક્રૂને સમયસર સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.