મુંબઈ : સૈફ અલી ખાનની ફિલ્મ ‘લાલ કપ્તાન’નું ટ્રેલરનું ફર્સ્ટ ચેપ્ટર રિલીઝ થઇ ગયું છે. પ્રથમ ભાગનું નામ ચેપ્ટર વન – ધ હન્ટ રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં સૈફ અલી ખાનનું પાત્ર ‘નાગા સાધુ’નું છે. ટ્રેલરમાં સૈફ અલી ખાનની ભૂમિકા ખૂબ જ જોરદાર છે. ટ્રેલરમાં તે ખૂબ હિંસક નજરે પડે છે. ક્લોઝ-અપ શોટમાં સૈફ એકદમ આક્રમક લાગ્યો હતો, કપાળ પર લાલ દાગ, આંખોમાં કાજલ અને ચહેરા પર રાખ હતી. ફિલ્મમાં વેરની યાત્રા બતાવવામાં આવશે. ટ્રેલરમાં સૈફ અલી ખાન લોકોને ફટકારતો હતો અને લોકોને ઘોડા પર બેસીને ખેંચતો જોવા મળે છે.
ટ્રેલરની શરૂઆતમાં સૈફ અલી ખાન કહે છે કે- માણસ જન્મ લેતાં જ કાલ ભેંસે (પાડો) પર બેસીને ચાલતો થઇ જાય છે. તેને પાછો લાવવા. માણસની જિંદગી એટલી જેટલો સમય પાડાને તેના સુધી પહોંચવામાં લાગે છે. ટ્રેલરમાં સોનાક્ષી સિંહાએ વોઇસ ઓવર પણ આપ્યો છે. ટ્રેલરને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સૈફ અલીનો લૂક અને એક્ટિંગ પસંદ આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ‘લાલ કપ્તાન’ 18 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝની તારીખ બદલી દેવામાં આવી છે. ફિલ્મ સ્ટાર સૈફ અલી ખાન લાલ કપ્તાનમાં મુખ્ય ભૂમિકામાં છે. સોનાક્ષી સિંહાની મહેમાન ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન નવદીપસિંહે કર્યું છે, નિર્દેશક આનંદ એલ. રાય અને દિપક વેંકટેશે લખ્યું છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સૈફ અલી ખાન લાલ કપ્તાન સાથે નીતિન કક્કરની ફિલ્મ ‘જવાની જાનેમન’માં જોવા મળશે. આ સિવાય સૈફ અલી ખાન નેટફ્લિક્સની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સમાં જોવા મળ્યો હતો.