વર્ષ 1990 થી 1994ની વચ્ચે દેવધર કોષાગાર ઘાસચારાના નામ પર 89 લાખ, 27 હજાર રૂપિયા કાઢવાનો આરોપ હતો. જે પુરો મામલો 950 કરોડનો હતો. જે નો આજે 20 વર્ષ પછી તેમનો ચુકાદો આવ્યો છે. જ્યારે બિહારના ઘાસચારા કૌંભાડ કેસમાં લાલુ યાદવને દોષિત જાહેર કરવામાં આવ્યા હતો. રાંચીની સ્પેશિયલ સીબીઆઇ જજ શિવપાલ સિંહે આ ચુકાદો આપ્યો હતો. કુલ 38 લોકો આરોપી હતા જેમાં 7 લોકોને નિર્દોષ જાહેર થયા હતા. લાલુ યાદવને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. 3 જાન્યુઆરીના રોજ સજાની જાહેરાત કરવામાં આવશે.
આ મામલામાં લાલૂ પ્રસાદ, પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા, બિહારના પૂર્વ મંત્રી વિદ્યાસાગર નિષાદ, પીએસીના અધ્યક્ષ જગદીશ શર્મા, ધ્રુવ ભગત, રાણા, ત્રણ આઇએએસ અધિકારી ફૂલચંદ સિંહ જેમ મળીને 38 આરોપીઓ હતા જેમાં 11ના મોત થઇ ચુક્યા છે.