મુંબઈ : કોરોનાવાયરસ સામેની લડતમાં બોલિવૂડ સ્ટાર્સ સંપૂર્ણ તાકાત સાથે ઉભા છે. સોશિયલ મીડિયા પર લોકોને જાગૃત કરવાથી લઈને દયાળુ રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સ્ટાર્સ તેમના ચાહકોને ઘરે રહેવાની સલાહ આપી રહ્યા છે, તે જ સમયે તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારને આર્થિક સહાય પણ આપી રહ્યા છે. મહાન ગાયિકા લતા મંગેશકર પણ કોરોનાવાયરસ રોગચાળો સામે ચાલી રહેલા યુદ્ધમાં જોડાયા છે. લતા મંગેશકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં દાન આપી પોતાની ફરજ બજાવી છે.
ગાયિકા લતા મંગેશકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં 25 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી છે. તેઓએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. લતા મંગેશકરે મરાઠીમાં લખ્યું છે, “આ મુશ્કેલ સમયમાં તમારી સરકારને મદદ કરવી એ તમારી ફરજ છે. હું મારા વતી મુખ્યમંત્રી રાહત નિધિને 25 લાખ રૂપિયા આપું છું. મારી સહુને નમ્ર વિનંતી છે આપણે દરેકને કોરોના સામેની લડતમાં સરકારને મદદ કરવી જોઈએ.” લતા મંગેશકરનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેમની પ્રતિક્રિયા આપીને પણ તેની પ્રશંસા કરી રહ્યા છે.
नमस्कार.आपण आपल्या सरकारला या कठिण प्रसंगी मदत करणे हे आपले कर्तव्य आहे. मी माझ्या तर्फ़े मुख्यमंत्री सहाय्यता निधीला २५ लाख रुपये देत आहे. माझी सर्वांना नम्र विनंती आहे की सरकारच्या क़ोरोना विरोधी लढ्यात आपण सुद्धा सरकारला यथाशक्ति मदत करावी.
— Lata Mangeshkar (@mangeshkarlata) March 31, 2020