મુંબઈ : બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ‘લક્ષ્મી’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 9 નવેમ્બરના રોજ ભારતમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તે જ દિવસે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફીજી, પપુઆ ન્યુ ગિની અને સાઉદી અરેબિયાના થિયેટરોમાં રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મને ભારતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો. પરંતુ વિદેશમાં તેની કમાણી સારી થઈ રહી છે અને માનવામાં આવે છે કે આ ફિલ્મ એક બ્લોકબસ્ટર છે.
આ ફિલ્મે સાઉદી અરેબિયાના થિયેટરમાં કુલ 1.46 કરોડનો બિઝનેસ કર્યો હતો. પાછલા વીકએન્ડ કરતા આ સપ્તાહમાં ફિલ્મે વધુ કમાણી કરી હતી. આ રવિવારે આ ફિલ્મે આઠ લાખ 63 હજાર રૂપિયા અને શનિવારે 13 લાખ રૂપિયાની કમાણી કરી હતી.
#Laxmii – #UAE…
Mon [9 Nov 2020] $ 44,199
Tue [10 Nov 2020] $ 25,069
Wed [11 Nov 2020] $ 20,207
Thu [12 Nov 2020] $ 35,407
Fri [13 Nov 2020] $ 41,690
Sat [14 Nov 2020] $ 17,536
Sun [15 Nov 2020] $ 11,597
Total: $ 195,705 [₹ 1.46 cr]— taran adarsh (@taran_adarsh) November 16, 2020
ફીજીમાં આ ફિલ્મે 17.16 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ અહીં સાત સ્થળોએ પ્રદર્શિત થઈ છે. આ ફિલ્મે રવિવારે 2 લાખ 55 હજાર અને શનિવારે 7 લાખ 30 હજારનો બિઝનેસ કર્યો હતો.
#Laxmii – #Fiji…
Fri FJ$ 4,528
Sat FJ$ 9,804
Sun FJ$ 3,431
Total: FJ$ 48,538 [₹ 17.16 lakhs] / 7 locations@comScore— taran adarsh (@taran_adarsh) November 16, 2020
ફિલ્મ લક્ષ્મીએ ઓસ્ટ્રેલિયામાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મે 70 લાખ 48 હજારનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ અહીં 52 સ્થળોએ બતાવવામાં આવી હતી.
#Laxmii – #Australia…
Fri A$ 14,437
Sat A$ 16,020
Sun A$ 22,804
Total: A$ 129,781 [₹ 70.48 lakhs] / 52 locations@comScore— taran adarsh (@taran_adarsh) November 16, 2020