શ્રીદેવીએ પોતાના સમયમાં ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી હતી અને સૌથી વધારે મહેનતાણું લેતી અભિનેત્રી હતી. તેમની પાસે ખૂબ જ સંપત્તિ અને ત્રણ-ત્રણ મકાનો પણ હતા. બોલિવૂડ પર 80ના દશકમાં રાજ કરનારી શ્રીદેવીની પૂરી સંપત્તિ 247 કરોડ રૂપિયાની બતાવામાં આવી રહી છે.
શ્રીદેવીને ડિઝાઈનર કપડાં, મોંઘા ઘરેણાં, વિદેશમાં ફેમિલી ટ્રીપ વગેરે ખૂબ પસંદ હતું. તે પોતાના જીવનની ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા હતા.શ્રીદેવી બોલિવૂડની પેહલી સુપરસ્ટાર હિરોઈન હતી જેમને ફિલ્મ માટે 1 કરોડ રૂપિયાની ફી ચાર્જ કરી હતી જોકે, તે ફિલ્મ ક્યારેય બની શકી નહિ. તો પણ 1985 થી 1992 સુધી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે ફી લેતી એક્ટ્રેસ રહી. 15 વર્ષના ગેપ પછી જયારે તેણે ફિલ્મ ‘ઇંગલિશ વિંગ્લિશ’થી કમ બેક કર્યું ત્યારે તે 3.5 થી 5 કરોડ ફી લેતી હતી.
મોંઘી અને દમદાર ગાડીઓની શોખીન શ્રીદેવી બોલિવૂડની પેહલી એક્ટ્રેસ છે જેણે પોતાની વેનેટી વેન બનાવી. એ વખતે 1 જ વેનેટી વેન મુંબઈમાં દરેક શૂટિંગ માટે વપરાતી હતી અને આ સમયે શ્રીદેવીએ પોતાના માટે પર્સનલ વેનેટી વેન બનાવી હતી. શ્રીદેવી તેની લાઈફ સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચામાં રહ્યા હતા.300 ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શ્રીદેવીએ પોતાની કમાણીથી ત્રણ ઘર પણ ખરીદ્યા હતા, જેની માર્કેટ વેલ્યુ આજે 62 કરોડથી પણ વધારે છે.બોની કપૂર સાથે લગ્નબાદ તેની સંપત્તિમાં વધારો થયો હતો.