પોર્નસ્ટારમાંથી એક્ટ્રેસ બનેલી સની લિયોનીએ બોલિવૂડમાં પોતાની ખાસ્સી ફેન ફોલોઈંગ ઉભી કરી છે.
સની લિયોનીએ તાજેતરમાં જ પોતાની પર્સનલ લાઈફનો એક મોટો કિસ્સો શૅર કર્યો હતો. એક મીડિયા એજન્સી સાથે વાત કરતા સની લિયોનીએ જણાવ્યું હતું કે મારી બોલિવૂડ એન્ટ્રી પર અનેક લોકોને ગેરસમજ થઇ હતી.
સની લિયોનીએ જણાવ્યું કે જ્યારે હું બોલિવૂડમાં આવી હતી ત્યારે અનેક લોકોને ગેરસમજ હતી. લોકોએ મારી ટીકા કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે હું 21 વર્ષની હતી ત્યારે જ મને નફરતભર્યા ઈમેઈલ્સ આવતાં હતાં. જે મેઈલને અને દેશને કશું જ લાગતું વળગતું નહોતું.
સનીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ તેની બાયોગ્રાફી એક ટીવી શોમાં બતાવવામાં આવશે. આ ટીવી સીરિઝનું નામ હશે ‘કરનજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની’. સનીએ જણાવ્યું કે કેવી રીતે કેનાડાની એક મિડલ ક્લાસ પરિવારની કરનજીત કૌર નામની યુવતી પહેલા એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લે છે અને પછી બોલિવૂડમાં પોતાનું કરિયર શરૂ કરી દે છે.
સનીએ એ પણ જણાવ્યું કે તેના પરિવારે નેગેટિવિટી અને નફરતનો સામનો કરવામાં તેની ખૂબ મદદ કરી હતી. તેણે એ પણ જણાવ્યું કે,’જ્યારે તમે 21 વર્ષની ઉંમરમાં જ એવું જુઓ છો કો લોકો તમારા વિશે ખરાબ વાત કરે છે ત્યારે આપણને અસર પહોંચે છે.’
સની લિયોનીએ એ પણ જણાવ્યું હતું કે,’21 વર્ષની ઉંમરમાં જ આટલી નેગેટિવિટી જોઈને હું ઈમોશનલી તૂટી ગઈ હતી. હું મારા ત્રણે સંતાનોને એ જરૂર શીખડાવીશ કે નેગેટિવિટીથી દુર કઈ રીતે રહેવું જોઇએ. કારણકે એકવાર તમારા પર નેગેટિવ અસર થાય છે તો તેમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ હોય છે.’


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.