અમેરિકાના કેલિફોર્નિયા ખાતે 90માં એકેડમી એવોર્ડ એટલે કે ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમ ડોલ્ફી થિયેટરમાં શરૂ થઇ ચૂક્યો છે. નોંધનીય છે કે ઓસ્કાર એવોર્ડ હોલીવૂડના સર્વોચ્ચ નામી એવોર્ડ માનવામાં આવે છે. આ એવોર્ડમાં ફિલ્મ ‘ડનકિર્ક’ અત્યાર સુધીમાં ત્રણ એવોર્ડ પોતાના નામે કરી ચૂકી છે. ફિલ્મે અત્યાર સુધી બેસ્ટ સાઉન્ડ એડિટિંગ, બેસ્ટ સાઉન્ડ મિક્સિગ અને બેસ્ટ ફિલ્મ એડિટિંગ જેવા ટેકનીકલ એવોર્ટ પોતાના નામે કર્યા છે.
આ વખતના ઓસ્કારમાં અનેક વાતો છે જે ખાસ છે. વળી ઓસ્કારમાં આ વખતે 9 ફિલ્મો વચ્ચે જોરદાર ટક્કર થઇ છે. વળી ઓસ્કારના ઇતિહાસ પહેલી વાર તેવું બન્યું છે કે ટ્રાંસજેન્ડર એક્ટ્રેસ ડેનિયલા વેગા આ એવોર્ડને પ્રેજન્ટ કર્યો હતો.ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમમાં શ્રીદેવી અને શશીકપુરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં અાવી હતી.
ઓસ્કાર એવોર્ડ – એલિસન જેનીને મળ્યો સર્વશ્રેષ્ઠ સહ અભિનેત્રીનો એવોર્ડ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ સૈમ રોકવેલને મળ્યો છે. આ એવોર્ડ તેમણે થ્રી બિલબોર્ડસ આઉટસાઇડ એવિંગ, મિસૂરી માટે આપવામાં આવ્યો છે, બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઇલ માટે ડાકેસ્ટ ઓવરને એવોર્ડ આપવામાં આવ્યો છે, બેસ્ટ કોસ્ચ્યૂમ માટે ફેંટમ થ્રેડને એવોર્ડ આપવામાં આવ્યો છે.
બેસ્ટ ડોક્યૂમેન્ટ્રી ફિચર ફિલ્મનો એવોર્ડ અકેરસને આપવામાં આવ્યો છે, બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન એવોર્ડ શેપ ઓફ વોટરને આપવામાં આવ્યો છે, બેસ્ટ ફોરન લેંગવેજ ફિલ્મ માટે અ ફેન્ટેસ્ટિક વુમનને એવોર્ડ આપવામાં આવ્યો છે. જે એક ચીલીયન ફિલ્મ છે, કોકોને બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ એલિસન જૈનીને (આઇ તૈન્યા)ને આપવામાં આવ્યો છે.