બિહાર : બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે હાલમાં બિહારના બેગસુરાઈમાં ચૂંટણી પ્રચારમાં પહેલીવાર ભાષણ કર્યું હતું. ચૂંટણીના માહોલમાં સ્વરા સીપીઆઈના ઉમેદવાર કનૈયા કુમારને સપોર્ટ કરવા પહોંચી હતી. સ્વરા ભાસ્કરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કનૈયાના સમર્થનમાં ચૂંટણી રેલી દરમિયાન ભાષણ આપતી હોય તે વીડિયો શેર કર્યો છે.
સ્વરા ભાસ્કરે વિડીયો શેર કરતી વખતે લખ્યું, “બેગસુરાઈમાં મારુ પ્રથમ રાજકીય ભાષણ. કનૈયા કુમારને મારો સપોર્ટ. જય ભીમ, લાલ સલામ.” વિડિયોમાં, સ્વરા ભાસ્કર જાહેર જનતાને ઉત્સાહી રીતે સંબોધિત કરે છે.
https://twitter.com/ReallySwara/status/1116011607405076480?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1116011607405076480&ref_url=https%3A%2F%2Faajtak.intoday.in%2Fstory%2Fswara-bhaskar-has-a-blast-campaigning-for-kanhaiya-kumar-first-political-speech-tmov-1-1074964.html
ઉલ્લેખનીય છે કે, જેએનયુના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારના સીપીઆઇ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવવા સમયે સ્વરા હાજર રહી હતી. સ્વરા ફિલ્મ અનારકલી ઓફ આરાની અનારકલી છે જ પરંતુ બિહાર સાથે તેનો જૂનો સંબંધ છે. તેનો ઉછેર દિલ્હીમાં થયો છે, પરંતુ તેના મામાનું ગામ બિહારમાં છે. તમને યાદ હોય તો સ્વરાએ ‘તેનું વેડ્સ મનુ’ ફિલ્મમાં બિહારી છોકરીનું પાત્ર ખુબ જ સારી રીતે નિભાવ્યું હતું.
સ્વરા ભાસ્કરને પ્લેટફોર્મ પર ભાષણ આપતા જોઈને અટકળો આવી રહી છે કે તે જલ્દીથી રાજકારણમાં પ્રવેશી શકે છે. પરંતુ આ પ્રશ્નનો જવાબ આપતા, સ્વરાએ સ્પષ્ટ કર્યું કે આ ક્ષણે કોઈ વધુ માહિતી નથી, હાલ તો હું ફિલ્મો કરી રહી છું. ભારતની જાગૃત નાગરિક હોવાના કારણે, હું અહીં આવી છું અને જે રીતે ખોટા આરોપો ઉભા થયા છે તે ખૂબ જ ઢોંગી છે. તેમણે જણાવ્યું હતું કે ”કનૈયા સાચો દેશભક્ત છે અને લોકો ખોટા મુદ્દા ઉઠાવે છે, હું કનૈયાને સપોર્ટ આપવા માટે આવી છું.’