નવી દિલ્હી : અભિનેતા અને પૂર્વ ભાજપ સાંસદ વિનોદ ખન્નાની પત્ની કવિતા ખન્નાએ ભારતીય જાણતા પાર્ટી (ભાજપ)ની ગુરુદાસપુર બેઠક પરથી ટિકિટ ન મળવાની વાત પર કહ્યું કે, “કોઈએ મને પાર્ટી માટે પ્રચાર કરવા માટે કહ્યું નથી. મને નામાંકન દરમિયાન પાર્ટી જોઈન કરવાનું કહેવામાં આવ્યું હતું. મને એ આશ્વાસન આપવામાં આવ્યું હતું કે મને ટિકિટ આપવામાં આવશે. મને આ બાબતથી ખુબ જ દુઃખ થયું છે.”
કવિતા ખન્નાએ કહ્યું, “મારે કહેવાનું છે કે જે બન્યું તે ફરી ન થવું જોઈએ.” ઉલ્લેખનીય છે કે કવિતા ખન્નાના પતિ વિનોદ ખન્ના જયારે જયારે ગુરદાસપુરની બેઠક પરથી ચૂંટણી લાડવા માટે ઉભા રહ્યા છે, ત્યારે ભાજપ એ બેઠક પર જીતવામાં સફળ રહી છે. વિનોદ બાદ ભાજપ એ સીટ પરથી કોઈને ઉંડેવારી આપશે તેને લઈને ખાસ ચર્ચા ચાલી હતી, પરંતુ હવે અભિનેતા ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલ ભાજપના ટિકિટ ઉપર અહીં ચૂંટણી લડશે. સાની દેઓલ માટે શું તેઓ પ્રચાર કરશે, તેનો જવાબ આપતા કવિતા ખન્નાએ જણાવ્યું હતું કે, “સન્ની દેઓલે મને ચૂંટણી માટે પ્રચાર માટે કહ્યું નથી. હું ઇચ્છુ છું કે તે ગુરદાસપુર સીટ પરથી જીત મેળવે.” તેમના નિવેદનને તોડી – મરોડીને રજૂ કરવામાં આવ્યું હોવા અંગે તેમણે વધુમાં કહ્યું હતું કે, ” મેં એમ નથી કહ્યું કે, પાર્ટીએ મને દગો આપ્યો છે, પરંતુ મેં એમ કહ્યું હતું કે હું છેતરાઈ હોવાનું અનુભવું છું.” નોંધનીય છે કે, સની દેઓલ તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
પંજાબની પરંપરાગત લોકસભાની બેઠક ગુરુદાસપુરથી ભાજપના ઉમેદવાર સની દેઓલને બનાવવામાં આવ્યા છે. ગુરદાસપુરની લોકસભાની સીટમાંથી, બોલિવુડના દિગ્ગ્જ વિનોદ ખન્ના સાંસદ તરીકે ચૂંટાઈ આવતા હતા. વિનોદ ખન્નાના નિધન પછી, કોંગ્રેસ દ્વારા આ બેઠકમાં ઉપ-ચૂંટણીમાં કબજો જમાવ્યો હતો. થોડા દિવસ પહેલા સની દેઓલ પાર્ટીમાં જોડાયા હતા અને ભાજપ તરફથી ગુરદાસપુરથી ચૂંટણી લડી રહ્યા છે.