નવી દિલ્હી : સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનું વાતાવરણ છે. બૉલીવુડ કલાકારો પણ દેશના લોકોની પોતાની શૈલીમાં મત આપવા માટે અપીલ કરી રહ્યાં છે. અત્યાર સુધી, ઘણા બોલીવુડ સ્ટાર્સ મત આપવાની અપીલ કરી છે. હવે શાહરૂખ ખાનનું નામ આ સૂચિમાં ઉમેરવામાં આવ્યું છે. શાહરૂખ ખાને ટ્વીટર પર લોકોને ચૂંટણીમાં મત આપવા વિનંતી કરી છે. શાહરુખે લખ્યું, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિએટિવિટી માટે કહ્યું હતું, પણ મારે થોડું મોડું થઇ ગયું, પરંતુ તમે મતદાનમાં વિલંબ કરશો નહીં. મત આપવો માત્ર આપણો અધિકાર જ નહીં પણ આપણી શક્તિ પણ છે.”
શાહરૂખ ખાને લોકોને મતદાન વિશે જાગૃત થવા અંગે જણાવ્યું છે. શાહરૂખે ટ્વિટર પર યુટ્યુબનો વિડીયો શેર કર્યો છે. શાહરુખે મનોરંજક અંદાજમાં લોકોને મત આપવા માટે અપીલ કરી છે. તેમના વીડિયોને જોઈને એટલું તો કહેવું પડશે કે, શાહરુખ ખાને સારો પ્રયત્ન કર્યો છે. હવે લોકો તેના આ પ્રયત્નથી કેટલા પ્રભાવિત થયા છે એ તો પછી જાણવા મળશે.
PM sahib @narendramodi ne creativity ki liye bola tha. Main thoda late ho gaya video banane mein…aap mat hona Vote karne mein!!! ‘Voting is not only our Right, it is our Power.’ Please Use It. Thank u to @tanishkbagchi @abbyviral @parakramsinghr . https://t.co/9280i8BnK3
— Shah Rukh Khan (@iamsrk) April 22, 2019
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું જેમાં તમામ હસ્તીઓ જેમાં બોલીવુડના સ્ટાર્સ પણ સામેલ હતા તેને લોકોને વધુમાં વધુ મતદાન માટે પ્રેરિત કરવા માટે અપીલ કરવા જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીના આ ટ્વીટ બાદ અભિનેતા સલમાન ખાને તુરંત જ રીટ્વીટ કરી લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. જયારે શાહરૂખે હવે વડાપ્રધાન મોદીની ટ્વીટ પર પ્રત્યુત્તર આપતા લોકોને મતદાનના અધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
Voting is not only a right but it’s also a duty.
Dear @BeingSalmanKhan and @aamir_khan,
It is time to inspire and motivate youth in your own Andaz to vote so that we can strengthen Apna Democracy & Apna country.
— Chowkidar Narendra Modi (@narendramodi) March 13, 2019