મુંબઈ : લોકસભાની ચૂંટણી 2019 ના પરિણામો આવવાના શરૂ થયા છે. બૉલીવુડ સેલિબ્રિટીમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બૉલીવુડના તમામ સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયા પર તેમની પ્રતિક્રિયા શેર કરી છે. બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર ટ્વિટમાં લખ્યું હતું કે, “આએગા તો…:) ” અભિનેત્રી પ્રીતિ ઝિંટા ગઈ રાતથી જ ખુશ છે, તેમણે લખ્યું છે, “આજની રાત ખાસ બનવાની છે કારણ કે હું આજે આખી રાત ચૂંટણીના પરિણામો જોવા માટે જાગવાની છું.”
Tonight is going to be special cuz I’m staying up all night to watch the #Indianelectionresults ?? #lanights #ting
— Preity G Zinta (@realpreityzinta) May 23, 2019
आएगा तो……………. :):):) ?
— Anupam Kher (@AnupamPKher) May 23, 2019
मुझे लगता है कि EVM गायब करने का प्लान निरहुआ को पहले पता था, तभी तो कह रहा था कि मुझे भगवान भी नहीं हरा सकते..??
???— Ajaz Khan (@AjazkhanActor) May 22, 2019
The poll results here ….. india has decided its leaders for the next five years ….n most Indians r on diff platforms seeing them emerge ! JAI HIND!
— Ekta Kapoor (@ektaravikapoor) May 23, 2019
અભિનેતા એજાઝ ખાને જીત તરફ આગળ વધતા ભોજપુરી અભિનેતા નીરહુઆની ખેંચાઈ કરતા ટ્વીટમાં લખ્યું કે, ” મને લાગે છે કે, ઈવીએમ ગાયબ કરવાનો પ્લાન નીરહુઆને અગાઉથી જ ખબર હતી, એટલે જ કહી રહ્યા હતા કે મને ભગવાન પણ હરાવી શકશે નહીં. ” પ્રખ્યાત નિર્માતા એકતા કપૂરે પણ ચૂંટણીના પરિણામો પર ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું, “પરિણામો આવશે … ભારત .. આગામી 5 વર્ષ માટે તેના નેતા તરીકે ચૂંટ્યા છે અને ઘણા તેને અલગ માધ્યમો પર ઊભરતાં જુવે છે.”
#PMNarendraModi #PMNarendraModiOn24thMay pic.twitter.com/HNRa99TNrY
— Vivek Anand Oberoi (@vivekoberoi) May 23, 2019
અભિનેત્રી ગુલ પનાગે ટ્વીટ કરી હતી કે, “આ વાતાવરણ વિરોધ માટે શોકનું ઘર બનશે.” બૉલીવુડની અભિનેત્રી રવિના ટંડને ટ્વિટ કરી હતી કે હું પરિણામો જોવા માટે સવારે ટીવી સ્ક્રીન સામે ગોઠવાઈ ગઈ છું. અભિષેક બચ્ચનએ ચૂંટણીના પરિણામો અંગેની ઉત્સાહ પણ વ્યક્ત કર્યો છે. તેણે પોતાના વેરીફાઈ ટ્વિટર હેન્ડલ સાથે ફિંગરપ્રોટ્ડ ઇમોજી શેર કરી છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’નું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. વિવેક ઓબેરોયે ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને તેને રિલિઝ કર્યું છે.
#PMNarendraModi #DekhengeModiBiopic #PMNarendraModiOn24thMay ? pic.twitter.com/LyzX7Yc9vC
— Vivek Anand Oberoi (@vivekoberoi) May 22, 2019
પોસ્ટરમાં વિશેષ શું છે?
પોસ્ટરમાં તે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનારસ જઈને ગંગા આરતી કરી હતી. નવા રિલીઝ કરાયેલા પોસ્ટરમાં આ વખતે પંચ લાઈન પણ બદલી દેવામાં આવી છે. પંચ લાઈનમાં લખ્યું છે, ‘આ રહે હે દોબારા, અબ કોઈ નહીં રોક સકતા’ લખ્યું છે.’ ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ ચૂંટણીની એકદમ પહેલા રિલીઝ થવાની હતી, પરંતુ ચૂંટણી પંચે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે આ ફિલ્મ ચૂંટણી પરિણામોના બીજા દિવસે એટલે કે 24 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
?
— Abhishek Bachchan (@juniorbachchan) May 23, 2019