મુંબઈ : ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’માં શક્તિશાળી અભિનય આપ્યા બાદ રાજકુમાર રાવ હવે ‘મેડ ઇન ચાઇના’ ફિલ્મ સાથે હાજર છે. ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં મૌની રોય રાજકુમાર રાવની સાથે છે. આ પોસ્ટરને ‘ઇન્ડિયા કે જુગાડ’ ટેગલાઇન આપવામાં આવી છે.
પોસ્ટરમાં બોમન ઈરાની, ગજરાજ રાવ અને પરેશ રાવલ પણ જોવા મળી રહ્યા છે. બોમન ઈરાનીએ મોશન પોસ્ટર શેર કરતાં લખ્યું છે કે – આ દિવાળી, ભારતમાં Soup-er Hit હશે! આ સાથે તેણે સૂપ બાઉલ પણ બનાવ્યો છે. ફિલ્મનું ટ્રેલર આવતા અઠવાડિયે આવશે.
Iss Diwali, #IndiaKaJugaad hoga Soup-er Hit! ? ? #MadeInChina Trailer out in one week! #FirstLookhttps://t.co/ZFoFDBqsvr #DineshVijan @MusaleMikhil @RajkummarRao @Roymouni @raogajraj @SirPareshRawal @vyas_sumeet @AmyraDastur93 @MaddockFilms @jiostudios @sonymusicindia
— Boman Irani (@bomanirani) September 11, 2019
ફિલ્મની રિલીઝ ડેટમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે, તાજેતરના પોસ્ટર પરથી લાગે છે કે આ દિવાળી પર આ ફિલ્મ રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, હાઉસફુલ 4 અને ‘સાંઢ કી આંખ’ દિવાળીના વીકએન્ડ પર રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં જોરદાર સ્પર્ધા થવાની છે.