મુંબઈ : બિગ બોસ 13માં માહિરા શર્મા અને પારસ છાબરા વચ્ચેના સંબંધો વિશે ઘણી વાતો કરવામાં આવી છે. તે બંને ઘરમાં એક બીજા સાથે કોઝી થતા જોવા મળ્યા હતા. પારસ અને માહિરા પણ સમગ્ર શો દરમિયાન એકબીજાની સાથે ઉભા જોવા મળ્યા હતા. હવે શો પુરો થયા બાદ બંનેની વચ્ચે જોરદાર બોન્ડિંગ ઘરની બહાર પણ જોવા મળી રહી છે.
આ બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં માહિરા અને પારસ કારની અંદર મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તેનો આ વીડિયો જોતા ચાહકો તેને પારસ અને માહિરાનું પુનઃમિલન હોવાનું જણાવી રહ્યાં છે. ચાહકો બંનેને સાથે જોઇને ખુશ થયા છે. વીડિયોમાં માહિરા પારસ તરફ ઈશારો કરી રહી છે અને કહે છે – અને હવે તેઓ ‘મુઝસે શાદી કરોગી’માં જઇ રહ્યા છે. ખરેખર, બિગ બોસ 13 શો પૂરો થયા પછી, પારસ છાબરા અને શેહનાઝ ગિલનો સ્વયંવર શો શરૂ થઈ ગયો છે. આમાં પારસ પોતાના માટે દુલ્હન અને શેહનાઝ તેના માટે દુલ્હાની શોધમાં છે.