મુંબઈ : ટીવી સીરિયલ ‘નાગિન’ દેશની સૌથી વધુ જોવાયેલી સિરીયલોમાંની એક છે. દર્શકોને આ શો ગમે છે. ટીઆરપીમાં પણ આ શો એકદમ આગળ છે. તાજેતરમાં, બિગ બોસ 13 ની સ્પર્ધક રહી ચૂકેલી માહિરા શર્માએ કહ્યું કે, તેને નાગિન 4 માં મહત્વની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે તે કરવાની ના પાડી. માહિરાએ આનું કારણ પણ જણાવ્યું છે.
એક ઓનલાઈન ઇન્ટરવ્યુ દરમિયાન માહિરાએ કહ્યું કે તેને નાગિન 4 ના નિર્માતાઓ દ્વારા શલાકાનો રોલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ માહિરાને આ ભૂમિકામાં રસ ન હતો અને તેથી તેણે આ ભૂમિકા ભજવવાની ના પાડી. તેનું એક મોટું કારણ એ પણ હતું કે માહિરા નકારાત્મક ભૂમિકા કરવા માંગતી નહોતી કારણ કે તેણે નાગિન 3 માં જામિનીની ભૂમિકા ભજવી ચુકી હતી.
બિગ બોસ 13 પછી માહિરા એક મજબૂત ભૂમિકાની શોધમાં છે અને નકારાત્મક ભૂમિકાઓ કરવાથી દૂર રહી છે. માહિરાના ઇનકાર પછી બીગ બિગ બોસ 13 ના અન્ય પ્રતિસ્પર્ધકને આ ભૂમિકા માટે પૂછવામાં આવ્યું હતું. આ ભૂમિકા માટે મેકર્સ રશ્મિ દેસાઇ પાસે ગયા હતા. રશ્મિએ નાગિન 4 માં શલાકાની ભૂમિકા નિભાવવા માટે હા પાડી હતી.