મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને તેની સહ-સ્ટાર ભાગ્યશ્રીની ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ને 30 વર્ષ પૂરા થયા છે. 29 ડિસેમ્બર 1989 ના રોજ આ ફિલ્મ રીલિઝ થઇ હતી. શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાએ ત્રણ દાયકા પૂરા થયા પછી ફિલ્મને ટ્રિબ્યુટ આપ્યું છે. બંનેએ એક વીડિયો બનાવ્યો છે જેને પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે.
વીડિયોમાં, ‘દિલ દીવાના’ ગીત પર બંને લિપસિંગ કરે છે અને પછી અચાનક તેમાં એક રમુજી ટ્વિસ્ટ આવે છે. શિલ્પાએ આ વીડિયો જાતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, “અપેક્ષાઓ vs વાસ્તવિકતા. કળયુગ છે ભાઈ. જે વસ્તુની મને અપેક્ષા નહોતી કે ટિકટોકમાં મારા 1 મિલિયન ફોલોઅર્સ થઇ જશે અને તે પણ માત્ર એક જ દિવસની અંદર. ”