નવી દિલ્હી : બોલીવુડની એક્ટ્રેસ અને આઈટમ સોન્ગ ડાન્સર મલાઇકા અરોરા પોતાની મોહક અદાથી લોકોના દિલ જીતી લે છે. મલાઈકએ તાજેતરમાં તેના ફેવરીટ સોન્ગ પર કરેલો ડાન્સનો વિડીયો શેર કર્યો હતો. આ વીડિયોને એક દિવસના સમયગાળા દરમિયાન 9.74 લાખ વ્યૂઝ મળ્યા છે.
મલાઈકાએ ટીવી શો ડીઆઈડીમાં જબરદસ્ત ડાન્સ કરીને જજ તરીકે ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ વીડિયોમાં મલાઇકાએ ‘અનારકલી ડીસ્કો ચલી’ ગીત પર પર્ફોમન્સ આપ્યું હતું. આ વીડિયોમાં તે બ્લૂ એન્ડ વ્હાઇટ ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે. જોકે ગત કેટલાક દિવસોથી તેમના આ શોના સેટ પરથી ફોટા વાયરલ થઇ રહ્યા છે પરંતુ હવે આ વિડીયો સામે આવ્યા બાદ વીડિયોએ લોકોના દિલના ધબકારા વધારી દીધા છે.