પોતાના ડાન્સથી સૌથી વધુ દિવાના કરનારી એક્ટ્રેસ મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં જ મલાઇકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ કરતાં એક જીઆઇએફ શેર કર્યુ છે જેમાં તે કેટલીક યુવતીઓ સાથે ટ્વર્ક ડાન્સ કરતી નજરે આવી રહી છે. મલાઇકાનો આ વીડિયો અમેરિકાનો છે. મલાઇકા હાલ અમેરિકાના બૉસ્ટનમાં છે.
મલાઇકા અરોરા બૉસ્ટન બ્રૉડવે સ્ટાઇલ બૉલીવુડ મ્યુઝિકલ ઇવેન્ટમાં પર્ફોર્મ કરવા ગઇ હતી. મલાઇકાએ પર્ફોર્મન્સ પહેલાં એક ફોટો પણ શેર કર્યો, જેમાં તેણે બ્લેક કલરનો શિમરી ડ્રેસ પહેર્યો છે. આ સાથે જ તેણે ખૂબસુરત હેરસ્ટાઇલ બનાવી છે. આ લુકમાં મલાઇકા ખૂબસુરત લાગી રહી છે.
આ ઇવેન્ટમાં મલાઇકા ઉપરાંત રેમો ડિસૂઝા અને તમન્ના ભાટિયા પણ પર્ફોર્મ કરતાં નજરે આવી. મલાઇકા અરોરા પોતાની ફિટનેસ અને અર્જૂન કપૂર સાથે રિલેશનશીપના કારણે ઘણી ચર્ચામાં રહે છે. બંને અવારનવાર સાથે ક્વોલીટી ટાઇમ સ્પેન્ડ કરતાં નજરે આવે છે. જોકે બંનેએ પોતાના લગ્નને લઇને કોઇ ખુલાસો કર્યો નથી.
વર્ષ 1998માં રીલીઝ થયેલી ફિલ્મ ‘દિલ સે’ના ગીત છૈયા-છૈયાથી મલાઇકાને ઓળખ મળી હતી. તે બાદ તેણે અનેક બોલીવુડ ફિલ્મોમાં આઇટમ સૉન્ચ કર્યા છે. જે સુપરહિટ સાબિત થયા છે.