Malaika Arora: પિતાએ છત પરથી કૂદીને આત્મહત્યા કરી, અભિનેત્રી મુંબઈ જવા રવાના થઈ.
Malaika Arora ના પિતાનું નિધન થઈ ગયું છે. અભિનેત્રીના પિતાએ તેમના ઘરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેઓ ઘણા દિવસોથી બીમાર હતા.
મલાઈકા અરોરાને લઈને દુખદ સમાચાર આવી રહ્યા છે. ખરેખર અભિનેત્રીના પિતાનું અવસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બાંદ્રામાં પોતાના ઘરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે, આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. આ સમાચાર પછી મલાઈકા અરોરાનો પરિવાર અને પરિચિતો આઘાતમાં છે. પિતાના નિધનના સમાચાર મળતા જ અભિનેત્રી પુણેથી મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી.હાલ મલાઈકાના પિતાના મૃતદેહને બાબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. અનિલ અરોરાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.
પૂર્વ પતિ Arbaaz Khan મલાઈકાના ઘરે પહોંચ્યો હતો
આ મુશ્કેલ સમયમાં મલાઈકા અરોરાનો પૂર્વ પતિ Arbaaz Khan તરત જ અભિનેત્રીના ઘરે પહોંચી ગયો હતો. અભિનેતા મલાઈકાના ઘરની બહાર પોલીસ સાથે વાત કરતો જોવા મળ્યો હતો.
સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી
પોલીસે જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલાઈકા અરોરાના પિતાએ છઠ્ઠા માળની ગેલેરી પરથી કૂદીને આત્મહત્યા કરી છે. બાંદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, હાલ પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકાના પિતા કેટલાક દિવસોથી બીમાર હતા.
Malaika Arora ઘરે નહોતી
અનિલ અરોરાએ આત્મહત્યા કરી ત્યારે Malaika Arora ઘરે ન હતી. આજે સવારે તે પુણેમાં હતી. મલાઈકાને આ ઘટનાની જાણકારી મળતા જ તે તરત જ મુંબઈથી પુણે જવા રવાના થઈ ગઈ હતી. આ સમાચાર પછી ઘણા સેલેબ્સ પણ અભિનેત્રીના ઘરે પહોંચી રહ્યા છે.
View this post on Instagram
Malaika Arora ના પિતા ગયા વર્ષે પણ હોસ્પિટલમાં દાખલ થયા હતા
ગયા વર્ષે મલાઈકા અરોરાના પિતાની તબિયત બગડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેત્રી તેની માતા સાથે હોસ્પિટલમાં જોવા મળી હતી. જો કે, તે સમયે પણ તેના પિતાને શું થયું તે જાણી શકાયું ન હતું.