મુંબઈ : કહેવામાં આવે છે કે, ફિટ રહેવાની સૌથી મજેદાર રીત છે ડાન્સ. ત્યારે બોલીવુડની ફિટ અને બ્યુટીફૂલ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ રવિવારે વર્લ્ડ હેલ્થ ડે પર તેના જ ગીત પર નવા ડાન્સ સ્ટેપ કર્યા છે.
મલાઈકાએ તેના જિમના મિત્રો સાથે ‘ચલ છૈયા છૈયા’ ગીત પર ડાન્સ કર્યો હતો અને વિડીયો શેર કર્યો હતો. વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. લોકો આના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન સાથે મલાઈકાએ ‘દિલ સે’ ફિલ્મના આ ગીતમાં ડાન્સ કર્યો હતો. આ ગીત, જે 1998 માં આવ્યું હતું, તે હજી પણ લોકોના મુખે સાંભળવા મળે છે.
જોકે, આ ગીતના બે દાયકા સુધીનો સમય વીતી ગયો છે, પરંતુ ગીત પર મલાઇકે જુના સ્ટેપ્સ સાથે નવા સ્ટેપ્સ કરી ડાન્સ રીક્રીએટ કર્યો છે. તેની ડાન્સની ગતિ પહેલાંની જેમ જ ગ્રેસ અને ઊર્જાથી ભરપૂર નજરે પડે છે.