મુંબઈ : મલાઈકા અરોરા અને શિલ્પા શેટ્ટી બોલીવુડની સૌથી ફીટ અભિનેત્રીઓમાં સામેલ છે. બંને અભિનેત્રીઓના વર્કઆઉટ વીડિયોની ઘણી વાર ચર્ચા કરવામાં આવે છે. યોગ કરતી વખતે આ બંનેની નવીનતમ તસવીર ચર્ચામાં રહે છે. સોમવારે બંને અભિનેત્રીઓએ મંડે મોટિવેશનલ (સોમવારની પ્રેરણા) તરીકે યોગ કરી રહેલા ફોટો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જ્યારે મલાઈકા તેના ફોટોમાં ચમત્કારાસન કરી રહી છે, ત્યારે શિલ્પા શેટ્ટીએ વૃશ્ચિકાસન કર્યું છે. જે ખૂબ જ મુશ્કેલ કર્યું હતું. બંનેએ યોગના ફાયદાઓ વિશે જણાવ્યું છે.
મલાઈકાએ એક લાંબી પોસ્ટ લખી, જેમાં ચમત્કારાસનના નિયમ અને ફાયદાઓ સમજાવ્યા. તેમણે કહ્યું કે આ આસનથી શરીરને જ નહીં પરંતુ મનને પણ કેવી રીતે ફાયદો થાય છે.
શિલ્પાએ જણાવ્યું કે, કેવી રીતે તેણે 42 વર્ષની ઉંમરે યોગ કરવાની શરૂઆત કરી. તે હંમેશાં વૃશ્ચિકાસન કરવા માંગતી હતી અને તે માને છે કે કંઈપણ નવું શરૂ કરવા અથવા શીખવાનો સમય નથી. આ સાથે તેમણે કદી તંદુરસ્ત જીવન નહીં છોડવા અને સ્વસ્થ જીવન જીવવા વિશે જણાવ્યું હતું. શિલ્પા અને મલાઈકા બંને દ્વારા કરવામાં આવેલું યોગાસન કરવું સહેલું નથી. આ એ વાતનો પુરાવો છે કે બંને અભિનેત્રીઓ સુપરફિટ છે.
ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટીએ હાલમાં જ તેની કમબેક ફિલ્મ સાઇન કરી છે. તે અભિમન્યુ દસાણી સાથે નિકમ્મા ફિલ્મમાં કામ કરતી જોવા મળશે. મલાઇકા અરોરા વિશે વાત કરવામાં આવે તો તે તાજેતરમાં કરિશ્મા કપૂર સાથે ડિનર ડેટ પર જોવા મળી હતી.