મુંબઈ : ઘણી હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કરનારી અભિનેત્રી માલવી મલ્હોત્રા પર હુમલો થયો છે. હુમલા બાદ માલવી મલ્હોત્રાની મુંબઈની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગઈકાલે રાત્રે માલવી મલ્હોત્રાના જુના મિત્રએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો અને છરાથી ત્રણવાર ઘા ઝીંક્યા હતા.
આ મામલે મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સારવાર બાદ હવે અભિનેત્રીની હાલત જોખમી હોવાનું બહાર આવ્યું છે.
માલવી મલ્હોત્રાએ તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે તેણે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે કલર ટીવી પર ઉડાન શોમાં પણ કામ કર્યું છે. માલવી ડીએવી સીપીએસ સ્કૂલ મંડીની વિદ્યાર્થીની રહી છે. આ સાથે તેણે મુંબઈથી છ મહિનાનો અભિનયનો અભ્યાસક્રમ કર્યો છે. માલવીને કવિતાઓ લખવાનો શોખ છે.