મુંબઈ : બોલિવુડમાં અનેક ફિટનેસ ફ્રીક એક્ટ્રેસ છે, જેમાં મંદિરા બેદીનું નામ પણ સામેલ છે. એક્ટ્રેસે પોતાની તસવીર ઈન્સ્ટાગ્રા એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે રેડ બિકીનીમાં નજર આવી રહી છે. મંદિરા હાલ માલદીવ્સમાં હોલિડે સેલિબ્રેટ કરી રહી છે. મંદિરા 46 વર્ષની ઉંમરમાં એટલી ફિટ છે કે, તે હોટ એક્ટ્રેસ ને પણ ટક્કર આપે છે. ફોટો જોઈને ફેન્સ તેની ફિટનેસના મંત્ર પૂછે છે.
ઉલ્લેખનીય છે કે, મંદિરા ઈન્સ્ટાગ્રામ પર પોતાના વર્કઆઉટના અનેક વીડિયોઝ શેર કરતી રહે છે. આ ઉંમરમાં પણ તે જે રીતે ઈન્ડસ્ટ્રીઝની એબ્સ ગર્લ બની રહી છે. મંદિરાએ પિંક બિકીનીની તસવીર શેર કરીને લખ્યું છે કે, જ્યારે તમે સન બેડને જ તમારુ ઘર બનાવી લો તો પાછળ વળીને જોવું મુશ્કેલ છે.