Mannara Chopra Rain Dance: બોલિવૂડ અભિનેત્રી મન્નારા ચોપરાએ મુંબઈના વરસાદની મજા માણી હતી. જો કે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ટ્રોલનો શિકાર બની રહી છે. આજે સોમવારે મુંબઈમાં જોરદાર તોફાન અને વાવાઝોડું આવ્યું હતું. ખરાબ હવામાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાવાઝોડાએ મુંબઈમાં આખું જનજીવન ખોરવ્યું હતું. ટ્રાફિકને પણ માઠી અસર થઈ હતી. વાવાઝોડા બાદ શહેરમાં ભારે વરસાદ થયો હતો. મન્નારા ચોપરાએ મુંબઈના પહેલા વરસાદની મજા માણી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો હતો.
મન્નરાએ ડાન્સ અને સ્ટંટ કર્યા હતા
મન્નારા ચોપરાએ તેના ઈન્સ્ટા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આમાં અભિનેત્રી મુંબઈના પહેલા વરસાદની મજા માણી રહી છે. વરસાદમાં ભીંજાઈને મન્નરા ટેરેસ પર જોરશોરથી ડાન્સ કરતી હતી. આ ઉપરાંત તે છત પર ચડીને સ્ટંટ કરતી પણ જોવા મળે છે. મન્નારા ગુલાબી સ્પેન્ડેક્સ ટોપ અને બેંગિંગ બ્લેક ટ્રાઉઝરમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે. તેણે બે પોનીટેલ બનાવી છે. આ લુકને બ્લેક બૂટ સાથે કમ્પ્લીટ કરવામાં આવ્યો છે. અભિનેત્રી જોરશોરથી ડાન્સ કરતી જોવા મળી રહી છે.
ટ્રોલ થયા
મન્નારાનો આ વીડિયો આવતાની સાથે જ ઈન્ટરનેટ પર ફેલાઈ ગયો હતો. યૂઝર્સ એક્ટ્રેસને જોરદાર તોફાનથી પરેશાન થયેલા લોકો વિશે યાદ અપાવી રહ્યા છે. યુઝર્સે લખ્યું કે, આ તોફાનમાં કેટલા લોકોના ઘર બરબાદ થયા તે ખબર નથી. એક યુઝરે ટિપ્પણી કરી, “આ તોફાન માણવા માટે નથી… ત્યાંના લોકોની હાલત ખરાબ છે કારણ કે તેમની દુકાનો અથવા મકાનો કદાચ નાશ પામ્યા હશે.” આ ઉપરાંત, કેટલાક લોકોએ મન્નરાને છત પર સ્ટંટ ન કરવા સૂચના આપી હતી.
મન્નારા ચોપરા ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન છે. તેણે હાલમાં જ સલમાન ખાનના શો બિગ બોસ સીઝન 17માં ભાગ લીધો હતો. મન્નારા આ શોમાં સેકન્ડ રનર અપ બની હતી. અભિનેત્રી ઝિદ સહિત અનેક બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે.