મુંબઈ : રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે શનિવારે નવી દિલ્હીમાં યોજાયેલા સમારંભમાં અભિનેતા મનોજ વાજપેયીને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. મનોજે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં ઉપસ્થિત તમામ રાજકારણીઓની હાજરીમાં આ સન્માનને સ્વીકાર્યું હતું. આ પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, ડૉ. હર્ષવર્ધન સિંહ, રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને અન્ય ઘણા રાજકારણીઓ હાજર હતા.
આ વર્ષે 112 ખાસ લોકોનું નામ પદ્મ એવોર્ડ્સ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ નામોની જાહેરાત પ્રજાસત્તાક દિવસની સાંજે કરવામાં આવી હતી. તેમાંથી 47 લોકોને 11 માર્ચે સાંજે સન્માનિત કરવામાં આવ્યા હતા અને બાકીનાને 16 માર્ચ શનિવારે સાંજે સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિના વેરિફાઇડ ટ્વીટર હેન્ડલ પર એક ફોટો શેર કરવામાં આવ્યો છે, જેમાં રાષ્ટ્રપતિ કોવિંદ મનોજને પદ્મશ્રીથી સન્માનિત કરતા નજરે પડે છે.
President Kovind presents Padma Shri to Shri Manoj Bajpayee for Art (Cinema). A renowned film actor, he is known for his versatile roles and has worked in more than 60 films pic.twitter.com/m0fmuIDwe7
— President of India (@rashtrapatibhvn) March 16, 2019
તસવીરના કેપશનમાં લખવામાં આવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ કોવિંદ મનોજ વાજપેયીને કલા (સિનેમા) માટે રાષ્ટ્રપતિ સન્માન આપતા. તેઓ એક પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા છે જેઓ અલગ અલગ પ્રકારના રોલ કરવા માટે જાણીતા છે. તેમણે 60 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન વાજપેયીએ કહ્યું હતું કે, તેમના માટે સૌથી વધુ ખુશીની બાબત એ પણ હતી તેમના નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ કોઈએ આ બાબતનો વિરોધ કર્યો ન હતો.
Thank you hooda !!!@RandeepHooda https://t.co/63jFjz2MkE
— manoj bajpayee (@BajpayeeManoj) March 16, 2019
Thank you ? https://t.co/f1PlMqOfU4
— manoj bajpayee (@BajpayeeManoj) March 16, 2019
Awww thank you @bhumipednekar lots of love!! https://t.co/poyUOauCmL
— manoj bajpayee (@BajpayeeManoj) March 16, 2019
તેમણે જણાવ્યું હતું કે, “અગાઉ, આવી કેટલીક ઘટનાઓ આવી છે જ્યારે લોકોએ સોશિયલ મીડિયા પર પસંદ કરેલા નામોની નિંદા કરી છે. મેં નોંધ્યું છે કે કોઈએ મારા નામને લઈને નિંદા કરી નથી અને સોશિયલ મીડિયા પર મારા નામ વિશે કોઈ વિવાદ થયો નથી. મને લાગે છે કે આ એક મોટી બાબત છે કે તમને સન્માનિત કરવામાં આવે અને કોઈ તેનો વિરોધ કરે નહીં. ઉલ્લેખનીય છે કે, “સોશિયલ મીડિયા પર તમામ બૉલીવુડ સ્ટાર મનોજ વાજપેયીને મળેલા પદ્મશ્રીના સન્માનને લઈને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ ઉપરાંત, બધા ચાહકોએ મનોજને અભિનંદન પણ પાઠવ્યા છે.