મુંબઈઃ મનોરંજન જગતમાં ડ્રામા ક્વિન રાખી સાવંત ચર્ચાઓમાં છે. તે તેનાં નિવેદનોથી મોટાભાગે સૌને ચોકાવી દે છે. સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે રિતેશની સાથે તેનાં લગ્ન અને તેની ફાઇનાશિયલ કંડિશન અંગે ખુલાસો કર્યો છે. રાખી સાવંતએ હાલમાં જ ટેલી ચક્કરની સાથે એક ખાસ વાતતચીત કરી હતી. જેમાં તેણે તેનાં લગ્ન અંગે ખુલીને વાત કરી છે. તેણે તેનાં મેરેજ સ્ટેટસ અંગે કહ્યું કે, શોર્ટેડ હૈ, કોમ્પિકેટેડ હૈ કે પછી કંઇ મોટો નિર્ણય લેવાનો છે. આ જવાબ આપતાં રાખી સાવંતે કહ્યું કે, આ ત્રોણેયનું મિશ્રણ છે. મારા પતિ રિતેશએ મને કહ્યું કે, તે મારી સાથે રહેવાં ઇચ્છે છે.
રાખીએ કહ્યું કે, કારણ કે કોરોના મહામારીથી દુનિયાભરમાં હાલત ખરાબ છે. તેથી તે મને મળવા નથી આવી શકતો, પણ હું તેનો ઇન્તેઝાર કરી રહી છું. મને મારા પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ છે. મે તેની સાથે કોઇ જ ફેક મેરેજ નથઈ કર્યા. હું તે નથી જોઇ શકતી કે તે અન્ય કોઇ મહિલાની સાથે રહે. જ્યારે તેનાં લગ્ન મારી સાથે થઇ ગયા છે. પહેલાં તેનાં લગ્ન નહોતા થયા પણ હવે તે પરણીત છે. જ્યારે તેણે મારી સાથે લગ્ન કર્યાં ત્યારે પહેલેથી જ તેનાં લગ્ન થઇ ગયા હતાં અને તે એક બાળકનો પિતા પણ તો. મને તેણે છેતરી છે. પણ મે બધુ જ હવે તેનાં પર છોડી દીધુ છે. તેણે કોને પસંદ કરવું છે. નિર્ણય હવે તેને લેવાનો છે.
વાતચીત દરમિયાન રાખીને પુછવામાં આવ્યું કે, તે અત્યાર સુધી કેમ કોઇની સામે નથી આવ્યો અને કેટલાં વર્ષોથી તેમનાં સંબંધ છે તેનાં જવાબમાં એક્ટ્રેસે કહ્યું કે, રિતેશની ઉંમર 37-28 વર્ષ છે. હું નથી જાણતી કે, તે પહેલેથી પરણિત છે. મે તેને પ્રેમ કર્યો. મારા મનમાં તેનાં માટે ખાસ જગ્યા છે. પહેલાં હું તેને પ્રેમ નહોતી કરતી પણ હવે કરુ છું. મે મારા જીવનમાં ઘણાં બધાં મુશ્કેલ નિર્ણય કર્યા છે. પણ મારા લગ્ન નિષ્ફળ રહ્યાં તો હું જીવનાં ક્યારેય ફરીથી લગ્ન નહીં કરું. રાખીએ કહ્યું કે, હું આપને જણાવી દઉ કે, રિતેશે મારા અને મારી માતા પર ઘણાં રૂપિયા ખર્ચ કર્યા છે. તેણે મને આ વાતનો પણ વાયદો કર્યો છે કે, તે મને મુંબઇમાં એક ફ્લેટ અપાવશે.
રાખીએ કહ્યું કે, હું આ બધાથી પાર થવા ઇચ્છતી હતી. હું તે ગુંડાને મારાથી દૂર રાખવા ઇચ્છતી હતી. તે જ સમયે મારા ફોનની રિંગ વાગી. તે રિતેશનો ફોન હતો. મે રિતેશને કહ્યું કે, તે મારા માટે કોઇ સારો છોકરો શોધી દે. તે દિવસોમાં એવું વિચારવામાં આવતું હતું કે, હું ઘણી જ વિવાદાસ્પદ છુ. તેથી મારી સાથે કોઇ લગ્ન નહીં કરે. હું કોઇની માતા ન બની શકું. કેમ ભાઇ? અહીં તો લોકો ન જાણે કેટલાં વર્ષ જેલમાં વિતાવે છે.
તેમનાં લગ્ન પણ થઇ જાય છે. તેમનાંએ બાળકો થઇ જાય છે. મે તો કંઇ ક્રાઇમ નથી કર્યું. મારો પણ હક છે હું લગ્ન કરું. મને કેમ જજ કરવામાં આવે છે? ફક્ત એટલાં માટે કે હું ઇન્ડસ્ટ્રીમાં ડાન્સર છું તો શું થઇ ગયું? શું હું ટેક્સ નથી આપતી. આખરે જે પણ હોય રિતેશ લગ્ન માટે તૈયર થયો. તેણે મને તેનું બેંક અકાઉન્ટ પણ બતાવ્યું. મને લાગ્યું કે, મારા જીવનની સમસ્યાઓનો હવે અંત આવી જશે.
તેની ખરાબ આર્થિક પરિસ્થિતિ પર રાખીએ કહ્યું કે, મે આ ધરતી પર નકર જોયુ છે. મારુ બેંક બેલેન્સ ઝીરો થઇ ગયુ હતું. મે આ અંગે કોઇને કંઇ નહોતું જણાવ્યું જ્યાં સુધી મારી માતાની તબિયત નહોતી બગડી. મારા સીએ એ જ મને ઠગી હતી. તેણે મારી બધી જ સેવિંગ્સ કોઇ અન્યનાં અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધી. તે વ્યક્તિએ મારા પૈસા મને પરત ન આપ્યાં અને મારો સીએ પણ મરી ગયો. આ બધા વચ્ચે રાખીએ કહ્યું કે, આ પણ એક મોટું કારણ હતું કે હું કોઇ પૈસાવાળા વ્યક્તિને પરણવાં ઇચ્છતી હતી જેથી મારી માતાનો ઇલાજનો ખર્ચો તે ઉપાડી શકે.