મુંબઈઃ કોરોનાની કપરી પરિસ્થિતિમાં પહેલા લોકડાઉનથી જ અભિનેતા સોનુ સૂદ પ્રવાસી મજૂરોની મદદ માટે સામે આવ્યો હતો. અને ત્યારથી ગરીબોના મશિહા તરીકે ઉભરી આવ્યો હતો. કોરોનાની બીજી લહેરમાં પણ સોનૂ સૂદ દિવસ રાત કામ કરી રહ્યા છે. સોનુ સૂદ દેશના તમામ સ્તરના લોકોને મદદ પહોંચાડે છે. આખરે તે નિસ્વા્રથ ભાવથી લોકોની સવા કરી રહ્યો છે. હાલમાં જ એક્ટરે તેનાં આ નેકીનાં કામ અંગે વાત જણાવી હતી. કે રાહત કાર્ય કરવા સમયે તેને કેવાં પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આજે મોટાભાગનાં લોકો જાણવાં ઇચ્છે છે કે, સોનૂસૂદ આટલી મોટી સંખ્યામાં લોકોની મદદ કેવી રીતે કરે છે. આજ તક સાથેની વાતચીત દરમિયાન સોનૂએ તેનો જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે, ‘હું કહીશ કે સરકાર પણ મદદ કરી રહી છે. પણ દરેક વ્યક્તિએ આમાં જોડાવું પડશે.
કારણ કે આ સમયે દરેકને દરેકની જરૂર છે. હું કેવી રીતે કરું છુ તે મને ખુદને માલૂમ નથી. હું 22 કલાક ફોન પર રહું છું. અમારી પાસે દિવસનાં 40થી 50 હજાર લોકો મદદ માટે રિક્વેસ્ટ કરતાં હોય છે. મારી 10 લોકોની ટીમ છે જે ફક્ત રેમડિસિવર માટે ફરે છે. મારી એક ટીમ બેડ્સ માટે વ્યવસ્થામાં ફરે છે. શહેર પ્રમાણે અમે ફરતા હોઇએ છીએ. ‘
તે વધુમાં કહે છે કે, ‘મને દેશભરમાં ડોક્ટર્સ સાથે વાત કરવી પડે છે. તેમને જે વસ્તુની જરૂર છે તે અમે જલ્દી જ પહોચાડીએ છીએ. અમે જે લોકોની મદદ કરી ચુક્યાં છે તે એક રીતે અમારી ટીમનો ભાગ બની જાય છે.
હું આપને જણાવું કે, મને જેટલી રિક્વેસ્ટ આવે છે, જો તે તમામને પહોંચી વળવાનું વિચારુ તો આગામી 11 વર્ષ લાગશે તે તમામની મદદ માટે. એટલી વધુ રિક્વેસ્ટ છે. અમારો પ્રયાસ છે કે, વધુમાં વધુ લોકોનો જીવ અમે બચાવી શકીએ.’