બૉલીવુડ સ્ટાર મસ્ત મસ્ત ગર્લ રવીનાનો આજે 43મોં જન્મ દિવસ છે. ફિલ્મ મેકર રવિટંડનને ત્યાં 26 ઓક્ટોબર, 1974ના થયો હતો. 1991માં રવીના ટંડને સલમાનખાન સાથે તેની ડેબ્યુ ફિલ્મ પત્થર કે ફૂલ કરી હતી રવીનાએ એક પછી એક સફળ ફિલ્મો આપી હતી. અક્ષય કુમાર સાથેની ફિલ્મ મોહરાથી રવીનાને મસ્ત મસ્ત ગર્લનું ટાઇટલ મળ્યું હતું રવીનાએ ખુબ લાંબી બ્રેક લીધા બાદ માતૃ ફિલ્મથી કમબેક કર્યું હતું આ ફિલ્મમાં રવીનાના અભિનયની ખુબજ વખાણ થયા.
બહુ ઓછા લોકો જાણે છે કે અજય અને રવીના એક જ કોલેજમાં સાથે ભણતા હતા. રવીના અજયને ખુબજ પસન્દ કરતી હતી. એવા સમાચાર પણ ફેલાયા હતા કે બન્ને એ ખાનગીમાં સગાઈ કરી લીધી હતી તેઓ લગ્ન કરવાના હતા પણ કિસ્મતને શાયદ આ માન્ય ન હતું બન્ને ની રિલેશનનો અંત આવ્યો હતો.
રવીનાએ ફિલ્મ મેકર અનિલ થડાની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પહેલા રવીનાએ બે બાળકીઓ ગોદ લીધી છે. તેના ખુદના બે બાળકો છે આમ રવીના 4 બાળકોની માતા છે. અત્યારે તો રવીના ફિલ્મોથી દૂર છે પણ પાર્ટીઓમાં તેમજ ટીવી પર ક્યારેક તે નજર પડી જાય છે આજે પણ તે એટલીજ જાજરમાન અને ખુબસુરત લાગે છે. રવીનાને જન્મ દિવસના ખુબ ખુબ અભિનંદન