બ્રિટિશની મોડેલ અને અભિનેત્રી બનેલી સ્કાર્લેટ મેલિશ વિલ્સન કે જેણે ‘બાહુબલી: ધ બિગનિંગ’ માં શાનદાર ડાન્સ મૂવ્સ આપ્યા હતા અને લોકપ્રિય બની હતી. હાલમાં તેની બોલ્ડ તસવીરો વાયરલ થઈ છે અને ફેન્સ તેને જોઈને દિવાના થઈ ગયા છે.
અભિનેત્રી સ્કાર્લેટ મેલિશ વિલ્સન, જે ‘બાહુબલી: ધ બિગિનિંગ’માં તેની ભૂમિકા માટે સૌથી વધુ જાણીતી થઈ હતી. તેને પોતાનાં કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પેજ પર વાયરલ કર્યા છે. ઇંગ્લિશ ડાન્સર અને મોડેલ સ્કાર્લેટે જ્યારે મિસ્ટર ઈન્ડિયા 2008 પ્રવેશ રાણા સાથે લગ્ન કર્યાં ત્યારે ઘણાંના દિલ તૂટી ગયાં હતા.
સ્કાર્લેટ અને પતિ પ્રવેશ ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને આ દંપતીએ 2016માં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બોલિવૂડ સિવાય તેણે ‘યેવડું’, ‘ચાંદી’ અને ‘પ્રેમ અદા’ જેવી અનેક દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સ્કાર્લેટે તેની કારકિર્દીની શરૂઆત ટીવી શો ‘ચક ધૂમ ધૂમ’ થી કરી હતી. તેણે ‘ઝલક દિખલા જા’ અને ‘ડેર 2 ડાન્સ’ ડાન્સ શોમાં પણ ભાગ લીધો હતો. તો જુઓ તેનાં બોલ્ડ ફોટોઝ