ભારતમાં જ્યારથી હરિયાણવી ડાન્સર સપના ચૌધરી ચર્ચામાં આવી છે ત્યારથી લોકો તેની પાછળ ક્રેઝી થયા છે અને તેના વીડિયો સૉન્ગ્સ ખૂબ સાંભળવામાં આવી રહ્યાં છે. તેના ગીતો દેશભરમાં ખૂબ વાયરલ થઇ રહ્યાં છે. સાથે જ દરેક લગ્ન અને પાર્ટીઓમાં સપનાના ગીતો વગાડવામાં આવે છે. સપના ચૌધરી થોડા જ સમયમાં બોલીવુડની મોટી સેલેબ્રીટી બની ગઇ છે. પરંતુ આજકાલ પાકિસ્તાનની ડાન્સર મહર મલિક પણ ખૂબ જ ચર્ચામાં છે.
તેનો ડાન્સ લોકોને પસંદ આવી રહ્યો છે અને તેને પાકિસ્તાનની સપના ચૌધરી કહેવામાં આવી રહી છે. ચાલો જાણીએ કોણ છે આ ડાન્સર જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.મહેક મલિક પાકિસ્તાનની ડાન્સર છે. તે ઘણા સમયથી ડાન્સ કરી રહી છે. પરંતુ પાછલા કેટલાક સમયથી તેની લોકપ્રિયતા વધતી જઇ રહી છે. તેના વીડિયોઝ ખૂબ વાયરલ થઇ રહ્યાં છે.
પહેલામ મહેક આવક માટે લગ્ન અને પાર્ટીમાં ડાન્સ કરતી હતી. એક વખત કોઇ શખ્સે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો અને તે ખૂબ વાયરલ થયો. તે બાદથી શેર કરવામાં આવેલા તેના વીડિયોઝ લોકોને ખૂબ પસંદ આવી રહ્યાં છે. તેના મોટાભાગના વીડિયોઝ યુટ્યુબ અને ફેસબુક પર વાયરલ થઇ રહ્યાં છે.
જણાવી દઇએ કે તેની પોપ્યુલારિટી પાકિસ્તાન જ નહી પરંતુ ભારતમાં પણ વધી છે. તેની પાછળનું કારણ એ છે કે તે બોલીવુડના સુપરહિટ આઇટમ નંબર્સ પર પર્ફોર્મ કરે છે. દિલ દેને કી રુત આઇ, દિલ કા ક્યા કરે સાહબ, લૈલા મે લૈલા, ટિપ ટિપ બરસા પાની, કમરિયા લચકે રે, મુજકે રાણાજી માફ કરના જેવા સુપરહિટ આઇટમ નંબર્સ પર તેનો ડાન્સ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.
જેવી રીતે ભારતમાં સપના ચૌધરીના કોન્સર્ટ થાય છે તેવી જ રીતે પાકિસ્તાનમાં મહેક મલિકનો ડાન્સ જોવા માટે ભીડ ઉમટી પડે છે. તેથી તેને હવે પાકિસ્તાનની સપના ચૌધરી કહેવામાં આવે છે. મહત્વનું છે કે સપના ચૌધરી પણ અચાનકથી જ ઘણી પોપ્યુલર થઇ ગઇ અને આજે સૌથી વધુ પસંદ કરાતી ડાન્સર બની ગઇ છે. હવે સમય જ જણાવશે કે મહેક પણ સપનાની જેમ લોકોના દિલોની ધડકન બની શકે છે કે કેમ…