મુંબઈ : અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની અચાનક વિદાયને કારણે દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સુશાંતે 34 વર્ષની ઉંમરે આ દુનિયામાંથી વિદાય લીધી. તેણે 14 જૂને પોતાનાં મુંબઈનાં ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. સુશાંતના મૃત્યુ બાદથી દરેક લોકો સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યું છે.
સુશાંતની યાદમાં અભિષેક 3400 પરિવારોને ખવડાવશે
હવે સુશાંતની યાદમાં દિગ્દર્શક અભિષેક કપૂર અને તેમની પત્ની પ્રજ્ઞા કપૂર 3400 પરિવારોને ભોજન આપશે, જે કોરોના વાયરસથી પ્રભાવિત હતા. તે પ્રજ્ઞાની સંસ્થા ‘એકસાથે’ થકી કરશે.
આ વિશે જાહેરાત કરતી વખતે પ્રજ્ઞાએ લખ્યું – સુશાંત સિંહ રાજપૂત અમે તમને યાદ કરીશું. #ishaan #mansoor #kaipoche #kedarnath #abhishekkapoor #eksaathfoundation.”