મુંબઈ : કોરોનાના આ યુગમાં બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ પરપ્રાંતિય મજૂરો માટે મસીહા સાબિત થયો છે. સોનુ સૂદ છેલ્લા કેટલાક મહિનાઓથી પરપ્રાંતીય મજૂરોને ફ્રીમાં તેમના ઘરે પહોંચાડવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં કામદારો સોનુ પ્રત્યેનો પ્રેમ જુદી જુદી રીતે વ્યક્ત કરી રહ્યા છે. જો કોઈએ તેના બાળકનું નામ સોનુ રાખ્યું છે, તો કોઈએ તેને ફરીથી મળવાનું વચન આપ્યું છે. દરમિયાન, સોનુ સૂદની મદદ લઇને ઘરે પહોંચેલા એક શખ્સે તેની દુકાનનું નામ સોનુ સૂદ રાખીને આભાર વ્યક્ત કર્યો છે.
રિપોર્ટ અનુસાર સોનુ સૂદે ફસાયેલા પરપ્રાંતીયોને કેરળથી ઓડિશામાં ખાસ ફ્લાઇટ દ્વારા એરલિફ્ટ કર્યા હતા. આ ફ્લાઇટમાં બેસીને આ વ્યક્તિ કોચિથી ઓડિશા પહોંચ્યો હતો અને તેના વતન ગયો હતો. તેની પોતાની વેલ્ડીંગ શોપ છે, જેને સોનુ સૂદ વેલ્ડિંગ વર્ક શોપ નામ આપવામાં આવ્યું છે. જ્યારે આ અંગે સોનુ સૂદને ખબર પડી ત્યારે તેણે જવાબ આપ્યો – ‘આ અત્યારસુધીની સૌથી મોટી બ્રાન્ડ છે, જેને હું પ્રમોટ કરીશ. ભગવાન કરે તમે સૌથી ધનિક ઉદ્યોગપતિ બનો, મારા ભાઈ.’
https://twitter.com/SonuSood/status/1284853794124099587