ભારતે 2017નો મિસ વર્લ્ડ ખિતાબ પોતાના નામે કરી લીધો છે. શનિવારે હરિયાણાના ઈજ્જરની માનુષી છિલ્લર મિસ વર્લ્ડ બની. આ પ્રતિયોગિતા ચીનમાં યોજાઈ હતી, જેમાં 118 કન્ટેસ્ટન્ટે ભાગ લીધો હતો. ભારતે છઠ્ઠી વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે.
આ પ્રતિયોગિતામાં ટોચના પાંચ દાવેદારોમાં મિસ ઈન્ડિયા, મિસ મેક્સિકો અને ઈંગ્લેન્ડ ઉપરાંત મિસ ફ્રાંસ ઓરોર કિશેનિન અને મિસ કેન્યાએ જગ્યા બનાવી હતી.
મિસ વર્લ્ડ બનેલી માનુષીને પ્રતિયોગિતામાં પૂછવામાં આવ્યું હતું કે કયા કામમાં સૌથી વધારે પગાર મળવો જોઈએ. જેના પર માનુષીએ જણાબ આપ્યો કે માંને સૌથી વધારે પગાર આપવો જોઈએ. અહીંયા પગારની વાત કરીએ તો તેનો મતબલ રૂપિયાના બદલે સમ્માન અને પ્રેમ છે.
માનુષી પહેલા ભારતની પાંચ અન્ય સુંદરીઓ આ પ્રતિયોગિતા જીતી ચૂકી છે. જેમાં રીતા ફાતિમા, એશ્વર્યા રાય, યુક્તા મુખી, ડાયના હેડન અને પ્રિયંકા ચોપરા શામેલ છે.એક વાર ફરી મિસ વર્લ્ડ ખિતાબ મેળવી ભારતનું નામ રોશન થયું છે