ભોજપુરી ફેમસ એક્ટ્રેસ મોનાલિસાની હૉટ તસવીરો ફરી એકવાર સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે. અગાઉ પણ એક્ટ્રેસ પોતાના હૉટ અંદાજની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ફેન્સના દિલોની ધડકન વધારી ચુકી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાની બિકીની ફોટોઝ શેર કરી હતી, જે ફેન્સને ખૂબ પસંદ આવી હતી. ફરી એકવાર એક્ટ્રેસે બાતટબમાં પોતાની એકદમ બૉલ્ડ ફોટોઝ શેર કરી છે. જેને ફેન્સ ધડાધડ લાઇક કરી રહ્યાં છે. ફોટોઝ પોસ્ટ કરતાં મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું, કેન્ડલ્સ, મ્યુઝિક, બબલ્સ એન્ડ બ્લીસ. શેર કરવામાં આવેલી આ તસવીરોમાં મોનાલિસા કેન્ડલ લાઇટ્સ અને ગુલાબની પંખુડીઓથી સજાવવામાં આવેલા બાથટબમાં એન્જોય કરતી નજરે આવી રહી છે. મોનાલિસાની આ દિલકશ અદા પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે.
સ્ટાર પ્લસના ચર્ચિત શૉ ‘નઝર’માં ‘મોહન ડાયન’નું કેરેક્ટર નિભાવનારી એક્ટ્રેસ મોનાલીસા ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે મોનાલીસા પોતાની ટીવી સીરીઝ કે ભોજપુરી ફિલ્મોના કારણે નહી પરંતુ લેટેસ્ટ પિક્ચર્સના કારણે ચર્ચામાં આવી છે. ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસા અવારનવાર પોતાના દિલકશ અંદાજ માટે ખબરોમાં આવતી રહે છે. મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ પર નજર કરીએ તો તેની અલગ અલગ અંદાજની ખૂબસુરત તસવીરો નજરે આવશે. તાજેતરની તસવીરમાં મોનાલીસા બ્લેક બિકીનીમાં નજરે આવી રહી છે. તસવીરમાં તમે જોઇ શકો છે કે એક્ટ્રેસ સ્વીમીંગ પૂલની બહાર ચિલ કરતી નજરે આવી રહી છે.
જણાવી દઇએ કે મોનાલીસા ભોજપુરી સિનેમાનું એક જાણીતુ નામ છે. તેણે ભોજપુરી એક્ટર વિક્રાંત સાથે લગ્ન કર્યા છે. તે બિગબૉસમાં પણ નજરે આવી ચુકી છે.ફક્ત ભોજપુરી સિનેમા જ નહી પરંતુ મોનાલિસા ટીવીનો પણ ટોપ્યુલર ચહેરો બની ચુકી છે. હાલ તે ટીવી સીરીયલમાં નજરે આવી રહી છે. આ સિરિયલમાં મોનાલીસા ડાયન મોહનાના કિરદારમાં જોવા મળી રહી છે. મોનાલિસા કલર્સ ટીવીના વિવાદિત રિયાલીટી શૉ બિગ બૉસ 10માં પણ જોવા મળી હતી. જે બાદ તેની લોકપ્રિયતા વધી છે. આ શૉમાં નજરે આવ્યાં બાદ તે ઘર-ઘરમાં ચર્ચાનો વિષય બની છે.