કરિના અને સૈફનો લાડલો પુત્ર તૈમૂર એક વર્ષનો થઈ ગયો છે તૈમૂરનો પ્રથમ જન્મદિવસ દિલ્હીના પટૌડી હાઉસમાં પરિવારના સભ્યો સાથે સેલીબ્રેટ કરવામાં આવ્યો. તૈમૂરના ફોટા અવારનવાર સોશિયલ સાઇટ પર વાયરલ થાય છે, જેને લોકો ખૂબ પસંદ કરે છે. ક્યૂટ હોવાની સાથે સાથે તૈમૂર તેના કપડા અને સ્ટાઈલને કારણે પણ ચર્ચામાં રહે છે.અત્યારથી જ લોકોના દીલો દીમાગ પર છવાયેલો રહે છે. તે ઈન્ડસ્ટ્રીઝમાં રાજ કરે છે તેમ કહેવું કંઈ ખોટુ નથી.
તૈમૂરના જન્મદિવસ પર અેક ફોટો ખુબજ ચર્ચામાં રહ્યો છે.અા ફોટો તૈમૂરની ખુબસુરત અને એક સમયે હિરોઈન રહી ચુકેલી કરીશ્મા માસીએ ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. અા ફોટામાં તૈમૂર ખુબજ ક્યુટ લાગી રહ્યો છે. પોતાની માસી સાથે મસ્તી કરતો નજરે ચડે છે.
તાજેતરમાં કરિનાએ પોતાના લાડલાનો એક ફોટો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તૈમૂર કુર્તા પાયજામામાં ક્યૂટ લાગે છે અને તેની સાથે તૈમૂરે બ્લેક ચશ્મા પહેર્યા છે. તૈમૂરનો જન્મદિવસ પરિવારના સભ્યો સાથે મનાવવામાં આવ્યો હતો.ભલે તૈમૂરનો જન્મદિવસ પરિવારના સભ્યોએ જ મનાવ્યો હોય પરંતુ કરણ જૌહરે તેને ઇન્સ્ટાગ્રામ પર તૈમૂરનો ફોટો શેર કરીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.