મુંબઈ : વેબ સિરીઝ ‘એ સુટેબલ બોય’ અને નેટફ્લિક્સ ભારત પર લવ જેહાદ અને હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આને કારણે, બોયકોટ નેટફ્લિક્સ અને એ સુટેબલ બોય ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે. મધ્યપ્રદેશ ભાજપના યુવા મોરચાના નેતા ગૌરવ તિવારીએ શનિવારે સાંજે આ વેબ સિરીઝના એક સીનનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મંદિરમાં કિસિંગ સીન ફિલ્માવવામાં આવ્યો છે. તેઓએ આ અંગે વાંધો ઉઠાવ્યો છે. આ સીન મધ્યપ્રદેશ (એમપી)ના મહેશ્વરમાં શૂટ કરાયો છે.
હવે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ એમપી પોલીસને આ મામલે તપાસ કરવા આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે જો નેટફ્લિક્સ પર પ્રવાહિત ‘એ સુટેબલ બોય’ના કિસિંગ સીનને મંદિરમાં ફિલ્માવવામાં આવે તો તે હિન્દુઓની ધાર્મિક ભાવનાઓ સાથે રમત કરાઈ છે. તેણે તેના નિર્માતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો સંકેત પણ આપ્યો છે.
पुलिस अधिकारी परीक्षण कर बताएंगे कि संबंधित #ओटीटी_प्लेटफार्म और फ़िल्म के निर्माता निर्देशक पर धार्मिक भावनाएं आहत करने के लिए क्या कानूनी कार्रवाई की जा सकती है।@BJP4India @BJP4MP @DGP_MP @mohdept @BJYM
— Dr Narottam Mishra (@drnarottammisra) November 22, 2020
નરોત્તમ મિશ્રાએ રવિવારે ટ્વિટર પર એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘ઓટીટી મીડિયા પ્લેટફોર્મ પર’ એ સુએક્ટેબલ બોય ‘નામની એક ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે, જેમાં તે એકદમ વાંધાજનક દ્રશ્યો બતાવે છે જે કોઈ ખાસ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. મેં પોલીસ અધિકારીઓને આ વિવાદિત સામગ્રીની ચકાસણી કરવા કહ્યું છે. ”
अपने ‘A Suitable Boy’ कार्यक्रम में @NetflixIndia ने एक ही एपिसोड में तीन बार मंदिर प्रांगण में चुंबन दृश्य फ़िल्माए। पटकथा के अनुसार मुस्लिम युवक को हिंदू महिला प्रेम करती है, पर सभी किसिंग सीन मंदिर प्रांगण में क्यूँ शूट किए गए?
मैने रीवा में इस मामले पर FIR दर्ज करा दी है। pic.twitter.com/RcwuPDDME2
— Gaurav Tiwari (@BJPGauravTiwari) November 21, 2020