મુંબઈ : એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીની સંપત્તિમાં એક જ દિવસમાં 4.18 અબજ ડોલર (આશરે, 36,500 કરોડ રૂપિયા) નો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયનરી ઇન્ડેક્સ અનુસાર રિલાયન્સની માર્કેટ કેપિટલ રેકોર્ડ સ્તરે પહોંચ્યા પછી આ વધારો થયો છે. તે હવે વિશ્વના નવમાં ધનિક માણસ છે.
રિલાયન્સના શેર રેકોર્ડ સ્તરે
હકીકતમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલ 22 જૂન, સોમવારે 150 અબજ ડોલરની રેકોર્ડ સપાટીને પાર કરી ગયું છે. રૂપિયામાં વાત કરીએ તો રિલાયન્સની માર્કેટ કેપ 11.22 લાખ કરોડને પાર કરી ગઈ છે. બીએસઈ પર સોમવારે રિલાયન્સનો શેરનો ભાવ વધીને 1804 રૂપિયા થયો, જે આજ સુધીનો રેકોર્ડ છે.
શુક્રવારે શેર બજારના બંધની તુલનામાં સોમવારે મુકેશ અંબાણીની સંપત્તિ આશરે 4.18 અબજ ડોલર વધીને લગભગ 36,500 કરોડ રૂપિયા થઈ ગઈ છે. બ્લૂમબર્ગ અબજોપતિ સૂચકાંક અનુસાર, મુકેશ અંબાણીની પોતાની સંપત્તિ 64.5 અબજ ડોલર (આશરે 4,90,800 કરોડ રૂપિયા) થઈ ગઈ છે, જે પહેલા કરતાં 4.18 અબજ ડોલર વધારે છે.