મુંબઈ : ટીવી એક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર 26 ઓક્ટોબરની રાત્રે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેણીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, હવે તેની હાલત સુધારા પર છે. દરમિયાન, મુંબઇ પોલીસે માલવી પર છરી વડે હુમલો કરનાર શખ્સને શોધી કાઢ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં દાખલ હોવાથી તેની ધરપકડ કરવામાં આવી નથી. મુંબઈ પોલીસના એક અધિકારીએ આજે આ અંગે માહિતી આપી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી યોગેશ મહિપાલ સિંહ મુંબઇથી આશરે 50 કિલોમીટર દૂર પાલઘરના વસઈની એક હોસ્પિટલમાં દાખલ છે. તેને મંગળવારે રાત્રે આ અંગેની માહિતી મળી હતી. અભિનેત્રીના જણાવ્યા અનુસાર સોમવારે રાત્રે ના ઘા ઝીંકી દીધા હતા. તેણે આરોપીએ આવું શા માટે કર્યું, તે માટેનું કારણ પણ આપ્યું હતું. માલવીનું કહેવું છે કે આરોપી તેમને લગ્ન કરવા માટે ઓફર કરી રહ્યો હતો, જે પ્રસ્તાવને તેણે ફગાવી દીધો હતો.
આરોપી હોસ્પિટલમાં દાખલ છે
છરી વડે હુમલો કરી યોગેશ નાસી છૂટયો હતો. પોલીસનું કહેવું છે કે આરોપીની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી કારણ કે તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસની એક ટીમ વસઈની હોસ્પિટલમાં જશે જ્યાં યોગેશને વધુ પૂછપરછ કરવામાં આવશે.
આઈપીસીની કલમ 307 હેઠળ કેસ નોંધ્યો છે
માલવીએ પોલીસને જણાવ્યું હતું કે તે આરોપીને છેલ્લા એક વર્ષથી ઓળખતી હતી અને તે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ માલવીએ તેના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. આ અગાઉ વર્સોવા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આઈપીસીની કલમ 307 (ખૂનનો પ્રયાસ) સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.