મુંબઈ : એકતા કપૂરના શો નાગિન 4 નું શૂટિંગ લોકડાઉનને કારણે બંધ થઈ ગયું હતું. પરંતુ ટૂંક સમયમાં જ શોનું શૂટિંગ ફરી શરૂ થવા જઈ રહ્યું છે. નાગીન 4નો હવે ફક્ત ક્લાઈમેક્સ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ પછી, શો બંધ કર્યા પછી નાગીન 5 ની તૈયારીઓ શરૂ કરવામાં આવશે. નાગિન 4 નો નવો પ્રોમો ટ્વિટર પર રજૂ થયો છે.
લાલ ટેકડી મંદિરનું રહસ્ય ખુલશે
પ્રોમોમાં કહેવામાં આવ્યું છે કે, લાલ ટેકરી મંદિરનું રહસ્ય જલ્દી જ પ્રેક્ષકોની સામે દર્શાવવામાં આવશે. સૌથી ઝેરી વાર્તામાં ચાહકો લાલ ટેકડી મંદિરમાં દફનાવવામાં આવેલા ઝેરી રહસ્યને જાણવા ઉત્સાહિત છે. જોકે નાગિનનાં નવા એપિસોડ ટીવી પર ક્યારે ટેલિકાસ્ટ કરવામાં આવશે, તે અંગે હજી સુધી માહિતી આપવામાં આવી નથી. નાગિન 4 માં લાલ ટેકડી મંદિરના આ રહસ્યને જાણવા માટે, અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ ગયા છે.