મુંબઈ : ‘નાગિન 4’નાં નિર્માતાઓ આ શોનો ક્રેઝ લોકોમાં રાખવા માટે સખત મહેનત કરી રહ્યા છે. હાલના દિવસોમાં આ શો વિશે કંઈકને કંઈક નવું બહાર આવી રહ્યું છે. હવે શોનો નવો પ્રોમો રજૂ થયો છે. પ્રોમો રિલીઝની સાથે જ શોની રિલીઝ ડેટ પણ જાહેર થઈ ગઈ છે. આ શો 14 ડિસેમ્બરે રિલીઝ થશે. પ્રોમોને કલર્સના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.
પ્રોમો શેર કરતી વખતે, કેપ્શનમાં લખ્યું હતું – જુઓ બે જીવનના ભાગ્યમાં ફસાયેલી, નાગીન: ભાગ્યની ઝેરી રમત. 14 ડિસેમ્બરથી શનિવાર – રવિવાર 8 વાગ્યે. 30-સેકન્ડના પ્રોમોમાં, નિયા શર્મા, જાસ્મિન ભનોટ અને વિજેન્દ્રના પાત્ર વિશે થોડી માહિતી આપવામાં આવી છે. જોકે, પ્રોમો સાથે શોની વાર્તા સ્પષ્ટ થતી નથી.
Dekhiye do zindagiyon ki uljhi hui taqdeer ki kahani, #Naagin: Bhagya Ka Zehreela Khel mein, 14th December se Sat-Sun 8 PM. @Theniasharma @jasminbhasin @veejay_k pic.twitter.com/DRyO3IpuoX
— COLORS (@ColorsTV) December 3, 2019