મુંબઈ : લોકોનો એક પ્રિય શો, ‘નાગિન 4’નો ફર્સ્ટ પ્રોમો રિલીઝ થયો છે. એકતા કપૂરે આ શોનો પ્રોમો સોશ્યલ મીડિયા પર રિલીઝ કર્યો છે. આ સાથે નિયા શર્મા અને જેસ્મિન ભસીન ઉપરાંત પુરુષ લીડ પણ સામે આવ્યો છે.
એકતા કપૂરે નાગિન 4 નો પ્રોમો રિલીઝ કર્યો છે, જેનાથી દર્શકોના ઉત્તેજનાનું પ્રમાણ વધ્યું છે. આ શોમાં આ વખતે નિયા શર્મા, જેસ્મિન ભસીનની સાથે વિજયેન્દ્ર કુમેરિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હા, શોની મેલ લીડ અંગે ઘણાં નામ થોડા સમયથી બહાર આવ્યાં છે, પરંતુ હવે પ્રોમોએ સ્પષ્ટ કર્યું છે કે શોમાં ટીવી એક્ટર વિજયેન્દ્રકુમાર એન્ટર થયો છે.