મુંબઈ : બુધવારે નાગિન 4 અભિનેત્રી નિયા શર્માની હેન્ડબેગ તેની કારમાંથી ચોરાઇ ગઈ હતી. આ ઘટના મુંબઇના લોઅર પરેલ વિસ્તારમાં બની છે. નિયા શર્માએ આ ઘટના બાદ ટ્વિટર પર મુંબઇ પોલીસની મદદ માંગી હતી. અભિનેત્રીને તાત્કાલિક પ્રતિસાદ પણ મળ્યો.
નીયાની બેગ ચોરાઈ
નિયાએ તેના હેન્ડબેગનો ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો અને લખ્યું હતું- મુંબઈ પોલીસ કોઈએ મારી કારમાંથી મારી હેન્ડબેગ ઉપાડી લીધી છે. આ ઘટના લોઅર પરેલના એનાપતિ બાપત માર્ગ સિગ્નલ પર બની છે. કોઈપણ મદદ મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે. નીયાએ તેની ફરિયાદ કરતાની સાથે જ મુંબઈ પોલીસનો તાત્કાલિક જવાબ આવી ગયો. જેમાં લખ્યું હતું કે – અમે તમને ફોલો કરી લીધા છે. તમને વિનંતી છે કે અમને તમારો નંબર ઇનબોક્સ કરો. વિગતો માટે અમે તમને જલ્દી જ કોન્ટેક્ટ કરીશું.
We have followed you. Request you to inbox your number. We will call you shortly to get details.
— मुंबई पोलीस – Mumbai Police (@MumbaiPolice) October 28, 2020
મુંબઈ પોલીસ તરફથી મળેલા પ્રતિસાદથી ખુશ નિયા શર્માએ તેમનો આભાર માન્યો અને લખ્યું- આટલી ઝડપથી જવાબ આપવા બદલ આભાર. તમને જણાવી દઇએ કે આ પહેલા પણ ઘણા સેલેબ્સે તેમની સાથે બનેલી ઘટના અંગે મુંબઈ પોલીસ સાથે સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેના પર મુંબઇ પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી.