1 જૂન 1929ના રોજ જન્મેલી ખ્યાતનામ અભિનેત્રી નરગિસ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. નરગિસે ભલે સુનિલ દત્ત સાથે લગ્ન કર્યા હોય, પરંતુ રાજકપુર સાથેના અફેરને લઇને તેનું નામ હંમેશા ચર્ચામાં રહ્યું. બોલીવુડની નંબર 1 અભિનેત્રી રહેલી નરગિસે રાજકપુર સાથે 16થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતુ. અને બંનેની જોડીએ 9 વર્ષ સુધી સિનેમાના પડદા પર રાજ કર્યું હતુ.
રાજ અને નરગિસની પહેલી મુલાકાત એકદમ ફિલ્મી હતી. હકિકતે નરગિસ પકોડા બનાવી રહી હતી અને તેના હાથોમાં ચણાનો લોટ લાગેલો હતો. નરગિસને આ રીતે જોઇને રાજ તેને પોતાનું દીલ દઇ બેઠા. નરગિસ અને રાજ કપુર લગ્ન કરવા માંગતા હતા પરંતુ રાજકપુરના પિતા પૃથ્વીરાજ કપુર અને નરગિસની મા જદનબાઇ તેની વિરૂદ્ધમાં હતા. સમય સાથે બંને વચ્ચે ગેરસમજણો વધી અને તેઓના સબંધ બગડતા ગયા. છેવટે નરગિસે સુનિલ દત્ત સાથે લગ્ન કરી લીધા અને રાજ કપુરે કૃષ્ણા કપુર સાથે.
રાજકપુરના વૈજયંતીમાલા સાથેના સબંધો પણ ચર્ચામાં રહ્યા. કૃષ્ણા કપુરને રાજકપુરના આ અફેર બાબતે ખબર પડી ગઇ હોવા છતાં તેણે વૈજયંતીમાલા સાથેના તેમના સબંધો ચાલુ રાખ્યા. પરંતુ રાજ કપુર અને નરગિસ વચ્ચેના સબંધોએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતુ. નોંધનીય છે કે સંજય દત્તની બાયોપીક ફિલ્મ સંજુમાં નરગિસનું પાત્ર મનિષા કોઇરાલા અદા કરી રહી છે