મુંબઈ : નાના શહેરની બહાર નીકળીને મુંબઈમાં પોતાની ઓળખાણ સ્થાપિત કરનાર ઉત્કૃષ્ટ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીને આજે કોઈ ઓળખ આપવાની જરૂર નથી. નવાઝે હંમેશાં દરેક ફિલ્મમાં પોતાના અભિનય દ્વારા લોકોને દિવાના બનાવ્યા છે. તાજેતરમાં જ તેનો પહેલો મ્યુઝિક વીડિયો ‘બારિશ કી જાયે’ રિલીઝ થયો છે. જે ઇન્ટરનેટ પર ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતનો એક સીન પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં નવાઝ નેહા શર્માને ધક્કો મારીને તેને ઔકાતમાં રહેવાનું કહેતો દેખાય છે.
નવાઝુદ્દીન અને નેહા ફિલ્મ ‘જોગીરા સારા રા રા’માં જોવા મળશે
જણાવી દઈએ કે આ મ્યુઝિક આલ્બમ બાદ નવાઝુદ્દીન અને નેહા ખૂબ જલ્દીથી ફિલ્મ ‘જોગીરા સારા રા રા’માં સાથે જોવા મળશે. આ માહિતી ખુદ નેહા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી હતી. આ સાથે નેહાનો નાનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં તે નવાઝ સાથે રોમાંસ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં તે તેને કહે છે કે, મને તમે ખુબ જ ક્યૂટ લાગો છો, ચાલો એકબીજાને જાણીએ. જવાબમાં નવાઝુદ્દીન નેહાને કહે છે – ઔકાતમાં રહે.
બંનેનો ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
નેહા શર્માના ચાહકોએ તેમના દ્વારા શેર કરેલો આ વિડીયો પર ખૂબ જ પ્રેમ વરસાવવામાં આવી રહ્યો છે. વિડિઓ ખૂબ જ સુંદર શૈલીમાં બનાવવામાં આવ્યો છે. બંનેની ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. જેમાં દરેકને આ જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળશે.