મુંબઈ : ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ને મોટી સફળતા મળી છે. એનસીબીએ 19 વર્ષીય કોલેજ વિદ્યાર્થીની ધરપકડ કરી છે જે બોલીવુડના મોટા સ્ટાર્સને ડ્રગ સપ્લાય કરતો હતો.
અહેવાલ મુજબ, 19 વર્ષના છોકરાની એનસીબીએ ડ્રગ્સ અને 2.3 લાખ રોકડા સાથે ધરપકડ કરી છે. બાંદ્રા સ્થિત તેના ઘરેથી તેને પકડી પાડવામાં આવ્યો છે અને ડ્રગ્સ, રોકડ રકમ કબજે કરવામાં આવી છે.
કોર્ટે તેને ચાર દિવસ માટે એનસીબી કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
આપને જણાવી દઈએ કે ગયા વર્ષે અભિનેતા સુશાંત સિંહના નિધન પછી, એનસીબીએ ડ્રગ્સની તપાસ શરૂ કરી હતી. આ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકની પણ ધરપકડ કરવામાં આવી હતી. રિયા અને શૌવિક જામીન પર બહાર છે. આ સિવાય ડ્રગ્સના કેસમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, અર્જુન રામપાલ અને તેની બહેન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહ જેવા ઘણા કલાકારોની પૂછપરછ કરવામાં આવી છે.
Narcotics Control Bureau (NCB) arrested a 19-yr-old college student last night. Drugs and Rs 2.3 lakh cash seized from his possession in Mumbai's Bandra area. He used to supply drugs to many Bollywood celebrities among others. Court sent him to 4-day NCB custody: NCB #Maharashtra
— ANI (@ANI) March 24, 2021
આ કિસ્સામાં એનસીબીએ ઘણા મોટા સ્ટાર્સના ઘરે પણ દરોડા પાડ્યા છે.
એનસીબીએ તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. તપાસ એજન્સીએ રિયા ચક્રવર્તી સહિત 32 લોકો વિરુદ્ધ ડ્રગ્સની ગેરકાયદે દાણચોરી અને તેને ખરીદવા બદલ આરોપ દાખલ કર્યો છે. આ બધા પર એનડીપીએસ એક્ટરની કલમ 27 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આ કેસમાં ઓછામાં ઓછા 10 વર્ષ અને વધુમાં વધુ 20 વર્ષ સુધી કેદ છે.