મુંબઈ : એનસીબી (NCB) દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. ડ્રગ્સના કેસમાં એનસીબીએ કરિશ્માને 2 વાર સમન્સ પાઠવ્યું હતું, પરંતુ આ હોવા છતાં કરિશ્મા હજી સુધી એનસીબી સમક્ષ હાજર થઈ નથી. બીજી તરફ, કરિશ્માએ અદાલતમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જેનો એનસીબી વિરોધ કરશે.
કરિશ્મા પર લટકતી તલવાર
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો કરિશ્માની આગોતરા જામીન નામંજૂર કરવામાં આવે તો એનસીબી તેની ધરપકડ પણ કરી શકે છે. તાજેતરમાં, એનસીબીના દરોડા દરમિયાન કરિશ્માના ઘરેથી હશિષ મળી આવ્યું હતું. જે બાદ કરિશ્માને એનસીબી દ્વારા 2 વખત સમન પાઠવવામાં આવ્યું હતું. પરંતુ કરિશ્મા પ્રકાશ હજી તપાસમાં સામેલ થઇ નથી. એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, 15/20 ના મામલામાં કરિશ્મા અને દીપિકા પાદુકોણ બંનેને સામસામે બેસાય ચેટિંગ બતાવીને પૂછપરછ કરવામાં આવી હતી.
ચેટ પર કરિશ્માએ ખોટો જવાબ આપ્યો. કરિશ્માએ એનસીબીને કહ્યું હતું કે તેમની ચેટમાં વીડ એટલે ભારતીય સિગારેટ, હાષનો અર્થ તમાકુ સિગારેટ હતો. દીપિકાને પણ જ્યારે માલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણીએ પણ આવો જ જવાબ આપ્યો. દીપિકા અને કરિશ્મા એનસીબી પાસે ઘણું હોમવર્ક કરીને ગયા હતા. તેથી બંનેએ ડ્રગ્સને લગતા પ્રશ્નોના સરખા જવાબો આપ્યા હતા. જો કે, સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે એનસીબી બંનેના પ્રતિસાદથી સંતુષ્ટ નથી.