મુંબઈ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ મુંબઇમાં બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલના ઘરે દરોડા પાડ્યા છે. અભિનેતાના જુદા જુદા સ્થળોએ એનસીબીની દરોડાની કાર્યવાહી ચાલુ છે. એનસીબી સુત્રોના જણાવ્યા અનુસાર અર્જુન કાર ડ્રાયવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ખરેખર, એનસીબી બોલીવુડ ડ્રગ્સ રેકેટ મામલે પહેલાથી તપાસ કરી રહી છે. આ મામલે હવે અર્જુન રામપાલનું નામ પણ ઉછળ્યું છે.
ફિલ્મના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાની પત્નીની ધરપકડ
એક દિવસ અગાઉ, એનસીબીએ બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન કેસમાં ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાની પત્નીની ધરપકડ કરી હતી. આ સાથે એનસીબીએ ફિરોઝ નડિયાદવાલાને સમન્સ પણ મોકલ્યું છે. આ દરોડાની શરૂઆતમાં એનસીબીની ટીમે ફિરોઝના ઘરેથી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.
મળતી માહિતી મુજબ, એનસીબીની ફિરોઝના ઘરે સર્ચ ઓપરેશનમાં 10 ગ્રામ ગાંજો, ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા છે. એનસીબી મુંબઇની ટીમે એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર બાંકેડેની આગેવાની હેઠળ મુંબઇમાં 5 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ રેડ ડ્રગ્સ પેડલર્સ અને સપ્લાયરના દરોડા પર કરવામાં આવી હતી. આશરે 4 થી 5 જેટલા ડ્રગ વેચનારાઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ દરમિયાન મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું હતું, જેમાં ગાંજો, ચરસ નામના ડ્રગ્સનો સમાવેશ થાય છે. આ સાથે જ રોકડ રકમ પણ મળી આવી હતી અને વાહનો પણ મળી આવ્યા હતા.